રાજ્યમાં કોરોનાના નવા 361 કેસઃ 503 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 361 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27 લોકોનાં મોત થયા છે. અને આજે એક જ દિવસમાં 503 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 14829 થઈ છે. અને કુલ મોતોની સંખ્યા 915 થઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 7139 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 251, સુરત ૩૬, વડોદરા-31, સાબરકાંઠા-8, ગાંધીનગર – 7, જામનગર – 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડ ખાતે ૩-૩ કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારી ખાતે 2-2 કેસ, તથા રાજકોટ, નવા નોંધાયેલ કેસોની વિગત જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી, પાટણ અને રાજકોટ ખાતે 1-1 કેસ એમ રાજ્યમાં કુલ 361 નવા કેસ નોંધાયેલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]