પિપાવાવ (ગુજરાત): APM ટર્મિનલ્સ-પિપાવાવે 15 જુલાઈ,2020એ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે કંપનીએ એક વેબિનાર યોજ્યો હતો અને એક નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ વેબિનાર સ્કિલ્સ ફોર એ રિસાઇલન્ટ યૂથ પર યોજવામાં આવ્યો હતો. પોર્ટે ‘આત્મનિર્ભર ભારત અને કૌશલ’ પર એક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં 100થી વધુ નિબંધ રજૂ થયા હતા.
નિષ્ણાત સભ્ય પ્રભાસ ચંદ્ર દુબેનું સંબોધન
આ વેબિનારમાં 300 યુવાનોને ઓટોમોટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ એન્ડ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ, રાજસ્થાન અને ઉત્તરાખંડના આજીવિકા ઝુંબેશના ભૂતપૂર્વ નિષ્ણાત સભ્ય પ્રભાસ ચંદ્ર દુબેએ સંબોધન કર્યું હતું. તેમણે યુવાનોને નવી કુશળતા શીખવાની સલાહ આપી હતી. તેમણે IT, BPO, ઇલેક્ટ્રિકલ, બેન્કિંગ અને નર્સિંગ જેવાં પાયાનાં ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસની ભૂમિકા પર ભાર મૂકીને નવી કુશળતાઓ શીખવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે યુવાનોને કુશળ બનાવીને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન આપવા બદલ APM ટર્મિનલ્સ પિપાવાવના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી.
પોર્ટે 1035 યુવાનોને તાલીમ આપી
પોર્ટે નર્સિંગ, ઇલેકક્ટ્રિકલ, ટૂ-વ્હીલર મિકેનિક્સ, BPO, બેન્કિંગ અને ફાઇનાન્સ, ફિટર અને ફેબ્રિકેશન વગેરે ક્ષેત્રોમાં વિવિધ જરૂરી કુશળતાઓમાં આશરે 1035 યુવાનો અને યુવતીઓને તાલીમ આપી છે. એમાંથી 80 ટકા કુશળતા ધરાવતા યુવાનોને સુરત, રાજકોટ, બેંગલોર અને અમદાવાદમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ અને હોસ્પિટલોમાં રોજગારી મળી છે.
અમારા પ્રયાસોનાં સકારાત્મક પરિણામો મળ્યાઃ MD
આ પ્રસંગે APM ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડિરેક્ટર જેકોબ ફ્રિસ સોરોન્સે કહ્યું હતું કે APM ટર્મિનલ્સ પિપાવાવમાં અમે યુવા પેઢીનો વધુ કુશળતા પ્રદાન કરવા અને સ્વનિર્ભર બનાવવા પર્યાપ્ત સજ્જતા પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમારા પ્રયાસોનાં સકારાત્મક પરિણામો જોઈને મને ખૂબ આનંદ થયો હતો, જેને પરિણામે આત્મનિર્ભર ભારતના માર્ગે આકાર લીધો છે. આ પહેલાં પણ APM ટર્મિનલ્સ પિપાવાવે હાથ ધરેલી કૌશલ્ય વિકાસની પહેલોને સ્થાનિક યુવાનોને તાલીમ આપવા બદલ ‘મુખ્ય પ્રધાન એપ્રિન્ટિસશિપ યોજના’ એવોર્ડ એનાયત થયો હતો.
સંયુક્ત રાષ્ટ્રએ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવણીની શરૂઆત કરી
સંયુંક્ત રાષ્ટ્રની સાધારણ મહાસભાએ વર્ષ 2014માં વર્લ્ડ સ્કિલ્સ ડેની ઉજવણી કરી હતી, જેનો આશય ટેક્નિકલ અને રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમ સંસ્થા તથા સરકારી-ખાનગી ક્ષેત્રના ભાગીદારો દ્વારા યુવાનોને રોજગારી મેળવવા અને ઉદ્યોગ સાહસિકતા માટે કુશળતા સાથે સજ્જ કરવાનો છે.
APM ટર્મિનલ્સ પિપાવાવ ભારતના અગ્રણી ગેટવે પોર્ટમાંનું એક
APM ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિ.) કન્ટેઇનર્સ, રો-રો (પેસેન્જર કાર) લિક્વિડ બલ્ક અને ડ્રાય બલ્ક કાર્ગો માટે દેશના અગ્રણી ગેટવે પોર્ટોમાંનું એક છે. પોર્ટની હાલની વાર્ષિક કાર્ગો સંચાલન ક્ષમતામાં 13.5 લાખ TEU કન્ટેઇનર્સ, 2.50 લાખ પેસેન્જર કાર, 20 લાખ મેટ્રિક લિક્વિડ બલ્ક અને ચાર લાખ મેટ્રિક ટન ડ્રાય બલ્ક સામેલ છે. APM ટર્મિનલ્સ પિપાવાવ ભારતનું સરકારીઃખાનગી ભાગીદારી (PPP) ધરાવતું પોર્ટ છે અને APM ટર્મિનલ્સના આંતરરાષ્ટ્રીય ટર્મિનલના નેટવર્કનો એક ભાગ છે.