અમેરિકન મહિલાની મુસીબત, 16 પાલતુ પ્રાણીઓ સાથે અમદાવાદની હોટલમાં ધામા

અમદાવાદ- અમેરિકાની એક મહિલાએ અમદાવાદના કાંકરિયા લેક પાસે આવેલી હોટલના સ્ટાફ અને હોટલમાં ઉતરેલા અન્ય લોકોના નાકમાં દમ કરી દીધી છે. વાત એવી છે કે, અમેરિકન મહિલા પોતાની સાથે એક, બે નહીં પરંતુ 16 કૂતરા, બિલાડા અને બકરીને લઇને હોટલમાં રોકાવવા આવી ગઇ હતી. ત્યારે આ હોટલ નહીં પરંતુ પ્રાણીસંગ્રાહાલય વધારે લાગે છે.

પ્રતિકાત્મક તસવીર

મળતી માહિતી પ્રમાણે એક અમેરિકન મહિલા અમદાવાદના કાંકરિયા લેક પાસે આવેલી હોટલ સિલ્વર સ્પ્રિંગમાં રોકાવવા માટે આવી હતી. આ મહિલા હોટલનાં માલિક માટે માથાનો દુઃખાવો બની ગઇ છે. આ મહિલાએ પોતાની સાથે 7 કુતરા, 8 બિલાડી અને બકરી સાથે 3 દિવસથી હોટલમાં ધામા નાખ્યા છે.

મહિલાનાં પ્રાણી પ્રેમનાં કારણે હોટલમાં ઉતરતનારા બીજા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ મહિલાએ રાતે 3 વાગે હોટલમાં ચેકઇન કર્યું હતું. આ હોટલ ઇન્ટરનેશનલ હતી તેથી મહિલા રાતે આવી તો પણ તેને રૂમ આપ્યો હતો. પછી મેનેજરને કહ્યું હતું કે મારો લગેજ આવે છે. તેના લગેજની સાથે પ્રાણીઓ પણ આવ્યાં હતાં. ત્યારે એ જોઇને મેનેજર પણ ચોંકી ગયો હતો. ત્યારે જ મેનેજરે મહિલાને પ્રાણીઓ લઇ જવાની ના પાડી હતી. ત્યારે મહિલાએ અમેરિકન એમ્બેસીમાં ફોન કર્યો હતો.

આ હોટલવાળાએ પ્રાણીઓને સંભાળવા માટે પાંજરાપોળ અને આશા ફાઉન્ડેશનનાં સભ્યો ને બોલાવ્યાં પરંતુ મહિલા તો ટસની મસ ન થઇ અને પોતાનાં પ્રાણીઓને રૂમમાં લઇ જઇને ત્યાં જ બાંધી દીધા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]