અમદાવાદઃ પોલીસ અને હોમગાર્ડસના જવાનોએ મતદાન કર્યું

0
1328

અમદાવાદ- લોકસભા-2019ની ચૂંટણી મતદાનના તબક્કા શરુ થઇ ગયા છે. ગુજરાત રાજ્યમાં મતદાન તો 23મી એપ્રિલ ના રોજ થશે પણ આજે  અમદાવાદ શહેરના હોમગાર્ડસ તેમજ પોલીસ સાથે સંકળાયેલા જવાનોએ  મતદાન કર્યું.

અમદાવાદ શહેર પોલીસ હેડક્વાટર્સ, શાહીબાગ ખાતે 12 એપ્રિલ થી 13 એપ્રિલ મતદાનની કામગીરી થશે. સુરક્ષા અને સલામતીની જુદી જુદી કામગીરી નિભાવતા પોલીસ-હોમગાર્ડસના જવાનોએ આજે વહેલી સવારથી જ મતદાન માટે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

સુરક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ એ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંગે તેમજ ઉચ્ચ અધિકારીઓએ મતદાન કર્યું હતું.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે ચૂંટણી ટાણે પોતાના વિભાગની કામગીરીમાં વ્યસ્ત હોય છે. એ વખતે મતદાન કરવું શક્ય હોતું નથી. આ કારણે પોલીસ-હોમગાર્ડસ તેમજ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓનું મતદાન પહેલાં બેલેટ પેપર દ્વારા કરાવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં પણ બે દિવસમાં જુદા જુદા વિભાગના કર્મચારીઓ મતદાન કરે એવું આયોજન કરવામાં આવ્યું છે.

તસવીર- અહેવાલ: પ્રજ્ઞેશ વ્યાસ