ટ્રેનમાં એક તાંતણે બંધાતા હિન્દુમુસ્લિમ: સત્યનારાયણ કથા

અમદાવાદ– ભગવાનની ભક્તિ માટે મંદિરમાં જવું જરૂરી નથી, તમે ક્યાંય પણ રહીને ભગવાનની ભક્તિ કરી શકો છો એવો જ એક દાખલો અમદાવાદથી મુંબઈ જતી ગુજરાત એક્સપ્રેસના યાત્રીઓનો છે, જેમનાં દ્વારા આજે ટ્રેનમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 45 વર્ષોથી આ ટ્રેનમાં અપડાઉન કરવાવાળા યાત્રીઓ ટ્રેનમાં સફર કરવાવાળા બધા પેસેન્જરની સુરક્ષા માટે આ કથાનું આયોજન કરે છે.

પેસેન્જરોનું  માનવું છે કે કથા કરવાથી અત્યાર સુધી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં કોઈ દુર્ઘટના થઈ નથી.અમદાવાદથી મુંબઇ જતી ગુજરાત એક્સપ્રેસમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી. અને ટ્રેનમાં સફર કરતાં યાત્રીઓ ભક્તિભાવથી તરબોળ થઈ ગયા હતા કારણ કે આ ચાલતી ટ્રેનમાં અમદાવાદથી વડોદરા અપડાઊન કરવાવાળા યાત્રીઓએ કથાનું આયોજન કર્યું હતું.  ટ્રેનના અધિકારીઓ પણ આમાં પૂજા કરે છે જે પહેલી વાર નથી, પરંતુ છેલ્લા 45 વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. ગુજરાત એક્સપ્રેસ ટ્રેન મુસ્લિમ પાસ હોલ્ડર પણ આયોજનમાં હાજર રહે છે અને કથાનું રસપાન કર્યું અને દુઆ કરી કે બધા મુસાફરો સુખી સમૃધ્ધ અને તંદુરસ્ત રહે.

આમ ખાસ કરીને અપડાઉન કરવાવાળા યાત્રીઓ આ બધું આયોજન કરે છે અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરાઈ હતી. હિન્દુ હોય કે મુસ્લિમ દરેક લોકો સત્યનારાયણની પૂજા અને કથામાં ભાગ લે છે અને ટ્રેનમાં કોઈ નાતજાતના ભેદભાવ હોતો નથી. હિન્દુ અને મુસ્લિમ બધા સાથે મળીને પ્રાર્થના અને દુઆ કરે છે અને શાંતિને ભાઈચારા અને સલામતીની આશા રાખે છે. આ ટ્રેનમાં પંડિત વિધિવિધાન સાથે ભગવાનની કથા કરાવે છે તથા બાદ ટ્રેનમાં સફર કરવા વાળા મુસાફરો દર્શન કરી અને પ્રસાદ કરે છે અને ભગવાનના આશીર્વાદ લે છે અને બધા લોકો રક્ષા માટે દુઆ કરે છે અને આ કથાનો તમામ ખર્ચ પણ અપડાઉન કરવાવાળા મુસાફરો જ કરે છે.

અમદાવાદથી મુંબઇ સવારે સાત વાગ્યે નીકળતી આ ટ્રેન માં શ્રાવણ મહિનાના પહેલા અને છેલ્લા સોમવારે આ માહોલ જોવા મળે છે મહિનાના પહેલા સોમવારે સવારે ઓફિસ જવાનો સમય આયોજન કરવામાં આવે છે અને છેલ્લા સોમવારે સાંજના સમયે વડોદરાથી અમદાવાદ પરત ફરતા ઇન્ટરસીટી એક્સપ્રેસમાં કથાનું આયોજન કરવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]