જિગ્નેશ મેવાણીએ ઉમર ખાલીદ પરના હુમલાને લઇને ભાજપને ઘેર્યો

અમદાવાદ– ઉમર ખાલીદ પર થયેલા હુમલાની ઘટનાને લઇને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સંઘ પરિવાર અને બીજેપી પર પ્રહારો કર્યા છે. આ મામલે નિવેદન આપતો એક વિડિયો તેમણે સોશિઅલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

ફાઈલ ચિત્ર

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, “સંઘ પરિવાર અને બીજેપીના લોકો છેલ્લાં સતત 2 વર્ષોથી એક સમજી-વિચારીને કરેલા કાવતરાં હેઠળ વારંવાર ઉમર ખાલિદને રાષ્ટ્રદ્રોહી જણાવીને જે રીતે બદનામ કરી રહ્યા હતા, તેને વલ્નરેબલ બનાવી રહ્યા હતા, તેના કારણે જ આજે ઉમર ખાલિદ પર હુમલો થયો છે. હું સ્પષ્ટપણે માનું છું કે આ એ લોકોનું જ કારસ્તાન હોઇ શકે છે, જે લોકોએ ગૌરી લંકેશ, દાભોલકરજી અને કલબુર્ગીને માર્યા છે. સંઘ પરિવાર અને બીજેપી સિવાય આ બીજું કોઇ ન હોઇ શકે, જે ઉમર ખાલિદ પર હુમલો કરે. એટલે હું માત્ર આ ઘટનાની નિંદા જ નથી કરતો પરંતુ માનનીય વડાપ્રધાનને કહું છું કે આ મામલે તેમણે મોઢું ખોલવું જોઇએ, અને તેમને પોલીસ પ્રોટેક્શન આપવું જોઇએ.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]