ગુજરાતમાં લશ્કરની ત્રણેય પાંખે યુદ્ધાભ્યાસ કર્યો હોવાના અહેવાલો…

નવી દિલ્હીઃ આતંકીઓ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી સ્થિતીઓ માટે પોતાને તૈયાર રાખવાના ઉદ્દેશ્યથી ત્રણેય સેનાઓની વિશેષ ઝુંબેશ વિભાગે પાકિસ્તાન નજીક ગુજરાતમાં પોતાનો પ્રથમ યુદ્ધાભ્યાસ કર્યો છે. રક્ષા સુત્રોએ જણાવ્યું કે સેનાઓના વિશેષ ઝુંબેશ વિભાગના પ્રથમ યુદ્ધાભ્યાસને ગુજરાતના નલિયામાં અંજામ અંજામ આપ્યો હતો. આનું કોડ નામ સ્મેલિંગ ફિલ્ડ હતું.

કચ્છ જિલ્લાના નલિયા શહેરમાં વાયુસેના અને સેનાનો મહત્વપૂર્ણ બેઝ છે. આના યુદ્ધાભ્યાસમાં સેના, નેવી અને વાયુસેનાના કમાન્ડોએ ભાગ લીધો. વિશેષ દળના જવાનોએ આતંક વિરોધી ઝુંબેશ અને બીજા અભ્યાસોમાં પોતાની કુશળતાનું પ્રદપર્શન કર્યું. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આ પ્રથમ એવી તક છે કે, જ્યારે ત્રણેય સેનાઓની સ્પેશિયલ ફોર્સે આ પ્રકારે એક સાથે ટ્રેનિંગ અને અભ્યાસ કર્યો હોય.

આર્મી, નેવી અને વાયુસેનાના સ્પેશિયલ કમાન્ડોને સ્પેશિયલ ઓપરેશન ડિવિઝનમાં એક સાથે ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. ત્રણેય સેનાની સ્પેશિયલ ફોર્સ સામાન્ય રીતે અલગ-અલગ કામ કરે છે, પરંતુ એએફએસઓડી અંતર્ગત ત્રણેય ફોર્સના સ્પેશિયલ કમાન્ડો એકસાથે અભ્યાસ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર નલિયામાં શનિવારના રોજ યુદ્ધાભ્યાસ સમાપ્ત થયો.