અમદાવાદઃ કેબલ ઓપરેટરો એ કર્યા ઉગ્ર દેખાવો…

અમદાવાદ- છેલ્લા કેટલાક વર્ષો થી ઘેર ઘેર ટી.વી. સેટ માં વાયરોનુ કનેક્શન આપી દિવાનખંડમાં મનોરંજન પુરુ પાડતા કેબલ ઓપરેટરો આજે પોતાની સાથે અન્યાય થઇ રહ્યો હોય એમ અનુભવે છે. કેબલ ઓપરેટરના વ્યવસાય સાથે હજારો લોકો જોડાયા છે, અસંખ્ય લોકો આ ક્ષેત્રમાં રોજગારી મેળવી રહ્યાં છે.

તારીખ 24મી સોમવારના રોજ અમદાવાદની કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં કેબલ ઓપરેટર એકઠા થયાં હતા.કેબલ ઓપરેટર એસો.ઓફ ગુજરાત દ્વારા કેન્દ્ર સરકારના એમ.આર.પી. અંગેના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ટ્રાઇ પોતાનું કડક વલણ હળવું કરે તો રોજગારી મેળવતા અનેક કેબલ ઓપરેટરો, એમના કર્મચારીઓ તેમજ ગ્રાહકોને ફાયદો થાય એવું આ સંગઠન માને છે.

મોટી કંપનીઓના આગમનનો ડર પણ નાના કેબલ ઓપરેટરોને સતાવી રહ્યો છે. આવા અનેક પડતર પ્રશ્નોને વાચા આપવા સંગઠન દ્વારા કલેક્ટર ઓફિસ અમદાવાદ શહેર ખાતે બેનર્સ સાથે દેખાવો કરવામાં આવ્યાં હતાં.

તસવીર–અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ