અમદાવાદઃ અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) વિશ્વની સૌથી મોટી સોલર પાવર ડેવલપર અને રીન્યૂએબલ એનર્જી કંપની છે. તેને એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરવા બદલ ગ્રો કેર ઈન્ડિયા એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ્સ-2022 દ્વારા ‘પ્લેટિનમ’ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ કેન્દ્રના ગ્રામીણ વિકાસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તેએ એનાયત કર્યો છે.
પર્યાવરણીય પ્રબંધન ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરની પ્રતિબદ્ધતા દર્શાવતી હોય એવી કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી ગ્રો કેર ઈન્ડિયાએ નામાંકન મગાવ્યા હતા. ત્યારબાદ જ્યૂરી સભ્યોની એક એક્સપર્ટ પેનલ સમક્ષ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા અને તેના મૂલ્યાંકન બાદ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. AGELની તમામ ઓપરેટિંગ સાઈટ્સને સિંગલ-યૂઝ પ્લાસ્ટિક-મુક્ત તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. તદુપરાંત ઝીરો વેસ્ટમાંથી લેન્ડફિલમાં કંપનીની 100 ટકા ઓપરેટિંગ ક્ષમતાને પણ પ્રમાણિત કરવામાં આવી છે.