અભિનેત્રી દ્વારા અભિવ્યક્તિની કળા ખીલવવા ‘સે વેલ’ વિશેષ કાર્યશાળા

અમદાવાદ- બોલચાલની અદાછટા જેમ સહજ પ્રતિભાથી ખીલતી હોય છે તેમ ઘણીવાર આહાર્ય પ્રતિભા તરીકે પણ વિકસાવી શકાય છે. ખાસ તો નાની વયના બાળકોને સારી બોલચાલ શીખવવા પર ભાર મૂકવામાં આવતો હોય છે કે જેનાથી તેમના વ્યક્તિત્વને નિખાર મળે. આવા ઉદ્દેશથી અમદાવાદમાં એક ખાસ વર્કશોપ ‘સે વેલ’ યોજાઈ. અભિનેત્રી લિપિ ગોયલે આ વર્કશોપનું આયોજન કર્યું તે તેની અન્ય એક વિશેષતા છે.દરેક વ્યક્તિમાં અજાણ્યાં લોકો અથવા તેમના વર્તુળની હાજરીમાં અસરદારપણે સારી રીતે બોલવા માટે જરૂરી આત્મવિશ્વાસ ઉભો કરવાનાઉ દ્દેશથી એક ખાસ નાની વર્કશોપ- ‘સે વેલઅભિનેત્રી અને એન્કર લિપિ ગોયલે ડિઝાઈન કરી છે.

પોતાની જાતને લોકોના ગ્રુપ સમક્ષ આત્મવિશ્વાસ સાથે વ્યક્ત કરવાની કળા બાળકો માટે ખૂબ જ અટપટી હોય છે. ખાસ કરીને જયારે શૂન્યથી શરૂઆત કરવાની હોય છે, આ જરૂરિયાત પારખીને રોસ્ટેડ બિન્ઝ પ્રોડક્શન્સના લિપિ ગોયલે આ વર્કશોપમાં વૉઈસમોડ્યુલેશન, મંચપરનો શિષ્ટાચાર, ક્યુકાર્ડનોઉપયોગ, હેન્ડઝફ્રી માઈક્રોફોન ઉપયોગની ટેકનિક્સ અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન વગેરેનો સમાવેશ કર્યો છે. લિપિ કહે છે “આ કલા શીખવા માટે જે થોડીક કવાયત હાથ ધરવામાં આવે છે તેમાં વાર્તાકથનનીકલા, રચનાત્મક લેખનનો સમાવેશ કરવામાં આવ્યો છે.આધુનિક રૂઢિપ્રયોગો, અંગ્રેજી ભાષાની જોડણી વગેરે શીખવીને ઉચ્ચારોમાં થતી સામાન્ય ભૂલો નિવારવાનો પ્રયાસ કરાયો છે.સાથે બાળકોને ટેલિફોન ઉપર વર્તણૂક, રોલપ્લે, પરિસ્થિતિલક્ષી પ્રવૃત્તિઓ વગેરેનો ઉપયોગ કરીને એકંદર વિકાસ કેળવવાનોછે” આપને જણાવીએ કે સેટેલાઈટમાં શિવરંજનીચારરસ્તા પાસેના મોલની બિલ્ડિંગમાં ખાસ કરીને બાળકો તેમ જ પુખ્તવયના લોકો માટે પણ આવા વર્કશોપ્સ યોજવામાં આવે છે.