ટ્રાફિક અને ઢોર માટે કોર્પોરેશનનો એક્શન ટેકન રીપોર્ટ, જેમાં…

અમદાવાદઃ શહેરના બિસ્માર રસ્તા,ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યા બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અંદાજિત 25 હજાર જેટલા હંગામી અને કાયમી દબાણો રસ્તા પરથી દૂર કરાયા. તો આ સાથે જ  શહેરમાં 74 જેટલા પે એન્ડ પાર્કિંગ પ્લોટ પણ ઉભા કરવામાં આવ્યા છે.

તો આ સીવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42968 સ્ટ્રીટ વેન્ડર્સને આઈડેન્ટિફાઈ કરાયા છે. તો આ સીવાય 9318 જેટલા સ્ટ્રીટ વેન્ડર્સને આઈ કાર્ડ ઈશ્યુ કરાયા છે. તો આ સીવાય અન્ય સ્ટ્રીટ વેન્ડર્સની એલિજિબિલીટી નક્કી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.

ખાનગી મિલકતોમાંથી પણ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે. 2321 જેટલી ખાનગી મિલકતના દબાણ દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં બનેલા ૧૦૩ જેટલા ગેરકાયદેસર સ્પીડ બ્રેકર તોડી પાડવામાં આવ્યા છે. સૌથી વધુ ગેરકાયદેસર સ્પીડ બ્રેકર નવા પશ્ચિમ ઝોનમાં હોવાનું કોર્પોરેશને સ્વીકાર્યું છે.

શહેરમાં 1434 જેટલા  નવા નો પાર્કિંગ સાઈન બોર્ડ નાખવામાં આવ્યા છે. તો અન્ય 535  નો પાર્કિંગના સાઇનબોર્ડ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુકાશે. તો આ સાથે જ 543 પાર્કિંગ ડાયરેક્શન બોર્ડ પણ કોર્પોરેશન દ્વારા મુકવામાં આવશે.

બિસ્માર રસ્તાઓની કામગીરી બાબતે એડિશનલ સિટી એન્જિનિયર અને ડેપ્યુટી સીટી એન્જિનિયર સહિતના  25 અધિકારીઓને 100 થી વધુ શો કોઝ નોટિસ અપાઇ છે. આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સહિતના 88 અધિકારીઓને પણ કોર્પોરેશન નોટિસ ઈસ્યુ કરશે.

રખડતા ઢોરના ત્રાસ ને ડામવા માટે કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની બાર ટીમ સતત કાર્યરત છે. ઓક્ટોબર મહિના સુધીમાં 3100 થી વધુ રખડતા પશુઓનું ટેગિંગ કરવામાં આવ્યું. અત્યારસુધીમાં 2822 પશુ માલિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તો આ સાથે જ 21642 પશુઓનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]