વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી, 700 કિલો શંકાસ્પદ મરચું જપ્ત

વડોદરા: તહેવારોની સીઝન આવતાની સાથે બજારના ખાદ્યપદાર્થોની માગમાં ઉછાડો થાય છે. આ વચ્ચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના બનાવો પ્રકાસમાં આવતા હોય છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોરાક શાખા દ્વારા આજે હાથીખાના વિસ્તારમાં મુખવાસ અંગે ચેકિંગમાં નીકળેલી ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમને શંકાસ્પદ મરચાનો 700 કિલોનો જથ્થો મળી આવ્યો છે. જે તાત્કાલિક અસરથી જપ્ત કરી જ્યાં સુધી નમુનાનો રિપોર્ટ મોકલવમાં આવ્યા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદની સૂચનાથી આજે કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ હાથીખાના જથ્થાબંધ અનાજ કરિયાણાના બજારમાં ચેકિંગ માટે ગઈ હતી. જેમાં કલરવાળો મુખવાસ વેચાણ થઈ રહ્યો હોય તેનું ચેકિંગ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી અને હાથીખાનામાં આવેલા ચાર વેપારી જય અંબે સ્ટોર પૂર્વી સ્ટોર, મધુવન અને ક્રિષ્ના સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કલર મુખવાસના બદલે 700 કિલો મરચું હલકી કક્ષાનો જથ્થો હોવાનું જણાવતા તાત્કાલિક અસરથી તે જપ્ત કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેપારી વેચાણ કરી શકશે નહીં તે રીતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મરચાની કિંમત રૂ.1,83,000 થાય છે તેમ ફૂડ ઇન્સ્પેક્ટર મંગુભાઈ રાઠવાએ જણાવ્યું હતું.

તો બીજી બાજુ ડીસામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બુધવારે વધુ એક શંકાસ્પદ ઘી નું ગોડાઉન ઝડપી લીધું હતું. અને મોટી માત્રામાં શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરી સેમ્પલ લઇ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. ડીસામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અગાઉ ઘીનું ગોડાઉન તેમજ કોલ્ડ સ્ટોરેજમાંથી મોટી માત્રામાં ગળ્યો માવો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ખાદ્ય તેલ, ઘી, મરચા, હળદર, આટો બનાવતા ફેક્ટરીઓ તેમજ મીઠાઈની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, દૂધના માવાના ભઠ્ઠા સહિતની અનેક જગ્યાએ તપાસ કરી સેમ્પલ લઈ શંકાસ્પદ જથ્થો જપ્ત કરેલો છે.