અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 11મી યાદી બહાર પાડી છે. પાર્ટીએ આ યાદીમાં 12 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. ‘આપ’ પાર્ટીએ અત્યાર સુધી 151 ઉમેદવારોનાં નામ જાહેર કરી કર્યાં છે. ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાને પાર્ટીએ ટિકિટ આપી છે. પાટીદાર આંદોલનમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.
આમ આદમી પાર્ટીએ ગાંધીધામથી બીટી મહેશ્વરી, દાંતાથી એમકે બોમ્બાડિયા, પાલનપુરથી રમેશ નભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાજકોટ-ઇસ્ટથી રાહુલ ભુવા, રાજકોટ-પશ્ચિમથી દિનેશ જોશી, બોટાદથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. ઓલપાડમાં ધાર્મિક માલાવિયા, વરાછા રોડ પર અલ્પેશ કથરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.પાર્ટી રાજ્યમાં CM પદ માટે ઇશુદાન ગઢવીની ઘોષણા કરી છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે સમયાંતરે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરતી રહી છે.
PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાને વરાછા વિધાનસભા તથા યુવા નેતા ધાર્મિક માલવિયાને ઓલપાડ વિધાનસભાના ઉમેદવાર તરીકે પંસદગી થવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ!
વિજયી ભવ: pic.twitter.com/EJujGl7xAc
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 7, 2022
રાજ્યમાં પાટીદાર આંદોલનના નેતા અને હવે ભાજપના નેતા હાર્દિક પટેલના મિત્ર અને પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા થોડા દિવસો અગાઉ જ આપમાં જોડાયા હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાવનગરના ગારિયાધારમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. પાટીદાર આંદોલન વખતે 14 મહિના જેલમાં રહેલા અલ્પેશ કથીરિયા ‘પાસ’નો ચહેરો હતા, જે હવે AAPમાં જોડાઈને વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૧મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/6x36RE0Y76
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 7, 2022
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઉસુદાન ગઢવી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર હશે. ઇસુદાન ગઢવી એક ટીવી પત્રકાર અને સંપાદકના રૂપે કામ કરી ચૂક્યા છે. તેઓ 14 જૂન, 2021એ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા.