ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ (MTIN) દ્વારા તાજેતરમાં બાળકોમાં જોવા મળતી વિવિધ જન્મજાત ખામીઓની થીમ આધારિત રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ બાળકોમાં જોવા મળતી વિવિધ ખામીઓ, જેવી કે ક્લેફ્ટ પેલેટ અને હોઠ, સ્પાઇના બાઈફીડા, ડાઉન સિન્ડ્રોમ, ક્લબ ફૂટ, પોલીસ્ટિક કિડની વગેરે જેવી જન્મજર ખામીઓને ખૂબ જ સુંદર રીતે રંગોળી સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.
આ પ્રદર્શનમા 20 વૈવિધ્યસભર રંગોળી તૈયાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્તમ રંગોળી સાથે માહિતીસભર પ્રસ્તાવના પણ કરી હતી.
MTIN ના પ્રિન્સીપાલ ડો. અનિલ શર્મા, આસિસ્ટંટ પ્રોફેસર વિપિન વાઘેરિયા અને અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓની મહેનતની પ્રશંસા કરી હતી. રંગોળી પ્રદર્શન માહિતીસભર, વૈવિધ્યપૂર્ણ રહ્યું હતું.
રંગોળી પ્રદર્શનને સફળ બનાવવા માટે ડો. અનિલ શર્માના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
