દિવાળીએ દ્વારકામાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

દ્વારકાઃ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિવાળીના દિવસે જ દ્વારકામાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 3.15 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8ની છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ સમાચાર આપ્યા છે. જોકે આ ભૂકંપથી કોઈ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ હજી સુધી નથી મળ્યા. 
દ્વારકામાં પાંચની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જ્યારે પાકિસ્તાનમાં પણ એ સમયે 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છના બાજુમાં આવેલી પાકિસ્તાન બોર્ડર ઉપર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ ઉપર 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે આખા દિવસભરમાં ભૂકંપનો બીજી આંચકો અનુભાવાયો હતો. 3: 15 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છ અને પાકિસ્તાન બોર્ડરથી 10 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપનો આંચકો બોર્ડરના નજીકનો વિસ્તાર લખપત, ખાવડા અને અબડાસા સહિત બોર્ડર વિસ્તારમાં અનુભાવાયો હતો.

આસામમાં દિવાળી 2021ના દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર આ  ભૂકંપ ગુરુવારે સવારે 10.19 વાગ્યે તેજપુરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં 35 કિમી દૂર વિસ્તારમાં આવ્યો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે. જોકે  હજુ સુધી જાનહાનિ અંગેની કોઈ માહિતી સામે આવી નથી.