દર્દીના સગા માટે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બનાવાયો વિશાળ ડોમ

અમદાવાદઃ કોરોના વાયરસે રાજ્યમાં રીતસરનો ભરડો લીધો છે અને એમાંય અમદાવાદની સ્થિતિ ગંભીર છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદાવાદના અસારવા ખાતે આવેલ ૧૨૦૦ બેડની હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોરોના હોસ્પિટલ જાહેર કરાઈ છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે અહીં જ અલાયદી સારવારની સગવડ ઉભી કરાઇ છે.

આ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી પોઝિટિવ દર્દીઓને લાવવામાં આવે છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સાથે તેમના સગા- વ્હાલા અને સંબંધિઓ પણ અહીં આવતા હોય છે. આ સ્થિતિને પારખીને કોરોના હોસ્પિટલની નજીક જ એક વિશાળ ડોમ બાંધીને કોરોનાના દર્દીઓના સગાઓને રહેવાની સગવડ અગાઉથી જ ઉભી કરી દેવામાં આવી છે. પરિસ્થિતિને અગાઉથી પારખીને સિવિલ કેમ્પસમાં ૭ મી માર્ચના રોજ એટલે કે દોઢ મહિના પહેલા જ દર્દીઓના સગાઓને રહેવા માટેની સગવડ સિવિલ તંત્ર દ્વારા ઉભી કરી દેવામાં આવી હતી.

જૂની સિવિલ હોસ્પિટલમાં બિનજરૂરી ભીડ ન થાય અને દર્દીઓના સગા વ્હાલાઓની સુવિધા સચવાય તે આશય હતો.

આ હોસ્પિટલમાં સારવાર માટે લવાતા કોરોનાના દર્દીઓની આ રોગના ગંભીર લક્ષણોને કારણે સારવારમાં સમય લાગે છે એવામાં દર્દીઓના સગા લોકડાઉનને કારણે ક્યાં જાય? વળી બહાર રહેવા તથા જમવાનું કેટલું મોંઘુ પડી જાય ???

આ બધી પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તાબડતોબ કોવિડ હોસ્પિટલની બાજુમાં જ મોટો ડોમ બનાવીને દર્દીઓના સગા- વ્હાલા ૨૪ કલાક રહી તેવી સગવડ ઉભી કરવામાં આવી છે.

આ ડોમની અંદર જ રહેવાની, જમવાની અને તેમને કંટાળો ન આવે તે માટે ચેનલ સાથેના એલ.ઇ.ડી. લગાવીને મનોરંજનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લલ્લુજી એન્ડ સન્સ કંપનીના હાર્દિકભાઈ કહે છે કે ‘અમે સી.એસ.આર એક્ટિવિટીના ભાગરુપે અહીં દર્દીઓના સગાઓને નાહવાની જરૂરિયાત ઉપલબ્ધ કરતા ૧૧ જેટલા બાથરૂમ બનાવાયા છે. અહીંયા જરૂરિયાત પૂરી થશે ત્યારે આજ કેમ્પસમાં એને જ્યાં જરૂર હશે ત્યાં કાયમી ધોરણે મુકાશે…”

અંહીં જમવાનું મળે છે તે રીતે દર્દીઓના સગાઓને જમવાનું મળે છે.. સવારે નાસ્તો મળે છે અને ઘરની જેમ આરામ કરવાની સગવડ છે. આ ઉપરાંત દિવસ દરમિયાન અનુકૂળતાએ બે વખત ચા ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.