ઇન્સ્ટાગ્રામ પરની મિત્રતા ભારે પડી, 10 વર્ષની કિશોરી પર બળાત્કાર

રાજકોટઃ સગીર પર યૌન ઉત્પીડનની એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરમાં એક 22 વર્ષીય યુવકે 10 વર્ષીય સગીર કિશોરીની સાથે કથિત બળાત્કાર કર્યો હતો, જેમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. આ ઘટના 20-21 માર્ચની છે. પ્રાપ્ત માહિતી મુજબ મોબાઇલ ફોન પર પિતાથી ઝઘડો કર્યા પછી કિશોરી ઘરમાંથી ચાલી ગઈ હતી. ત્યાર બાદ તેણે એક રેસ્ટોરાંમાં કામ કરતા આરોપીને બોલાવ્યો હતો. આ કિશોરી શહેરની એક નામાંકિત ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં શિક્ષણ લેતી હતી.

આ કિશોરી પિતાનો મોબાઇલ ફોન અને સ્કૂટર લઈને ઘરેથી નીકળી ગઈ હતી. આરોપી 10 વર્ષની તરુણીને લઈને એક હોટલમાં લઈ ગયો હતો. આ તરુણીએ આરોપીને ફોન કર્યો હતો, જે એક રેસ્ટોરાંમા કામ કરી રહ્યો હતો. એ યુવક તેને એક હોટેલમાં લઈ ગયો હતો અને અમદાવાદની એક યુવતીનું આધારકાર્ડ બતાવ્યું, જેથી તેની ઉંમરની ખબર ના પડે. આ તરુણીએ આરોપ લગાવ્યો હતો કે યુવકે હોટલની રૂમમાં તેની પર બળાત્કાર કર્યો હતો, એમ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ભાર્ગવ પંડ્યાએ કહ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે આ કિશોરીને પિતા સાથે મોબાઇલને લઈન ઝઘડો થતાં તે 20 માર્ચે ઘરેથી નીકળી ગઈ હતી આ કિશોરીના પરિવારે 21 માર્ચે સવારે સવા પાંચ કલાકે ગાંધીગ્રામ પોલીસમાં કિશોરીના ગુમ થવાની ફરિયાદ કરી હતી. જોકે આ કિશોરીએ તેની માસીના ત્યાં ગઈ હતી અને ત્યાં તેણે માસીને તેની આપવીતી કહી હતી.

પંડ્યાએ કહ્યું હતું કે આ કિશોરી હાલમાં આરોપીને મળી હતી, જ્યારે તે પરિવાર સાથે એક રેસ્ટોરાંમાં ગઈ હતી અને એ યુવકને મળી હતી. બંને ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા અને મોબાઇલ નંબરની આપલે કરી હતી. આશરે પાંચ વર્ષ પહેલાં તેનાં માતાપિતાના છૂટાછેડા થયા હતા. તેની માતા ફરીથી લગ્ન કરવા મુંબઈ ચાલી ગઈ હતી.

પોલીસે આરોપીની સામે ભારતીય દંડ સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્યુઅલ ઓફેન્સ (પોસ્કો) એક્ટની કલમ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે દરોડા ઝુંબેશ શરૂ કરી છે.