બોઈલર ટ્યૂબ્સની કામગીરી સુધારવાનું માર્ગદર્શન આપતા પુસ્તકનું વિમોચન

અમદાવાદઃ જાણીતા મેટલર્જિસ્ટ પરેશ હરિભક્તિ, ડો. પી.બી. જોશી અને ડો. રાજેન્દ્ર કુમારે સાથે મળીને લખેલા અંગ્રેજી પુસ્તક ‘Failure Investigation of Boiler Tubes: A Comprehensive Approach ‘નું એએસએમ ઈન્ટરનેશનલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે.

આ પુસ્તક બોઈલર ટ્યૂબ્સને લગતા ગંભીર પડકારો સામનો કરવા, નિષ્ફળતાઓને રોકવામાં મદદરૂપ થવા, બોઈલરની જાળવણી પદ્ધતિમાં સુધારો કરી સલામતી વધારવા અને સાથોસાથ આર્થિક પરિસ્થિતિ સુધારવા જેવી બાબતોમાં ઉપયોગી થશે. બોઈલરની જુદી જુદી ક્ષમતાએ ઉપયોગમાં લેતા એન્જિનિયરિંગ જગતના કોઈને પણ આ પુસ્તકની જાણકારી ઉપયોગી થશે એવું લેખકોનું માનવું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]