ઓપન ઈન્ટરવ્યુમાં મોટી દુર્ઘટના ટળી!

ગુજરાતના ભરૂત જિલ્લના અંક્લેશ્વરમાં એક થર્મેક્સ કંપનીના દ્વારા આયોજિત ઓપન ઈન્ટરવ્યૂ આયોનજ કર્યું હતું. આ ઈન્ટરવ્યૂમાં હજારોની સંખ્યામાં યુવાનો ઊમટી પડતા હોટલની રેલિંગ તૂટી પડી હતી. આ દર્ઘટનામાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા, સદનસીબે કોય પર યુવાનને મોટી ઈજા પહોંચી ન હતી.  ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

સૂત્રોના હવાલે મળતી જાણકારી પ્રમાણે, અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડિયા GIDC સ્થિત થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કંપનીમાં માત્ર 10 જેટલા જ ઉમેદવારો માટે જગ્યા હતી. જેના માટે કંપનીએ ઓપન ઈન્ટરવ્યૂનુ આયોજન કર્યું હતું. જોત જોતામાં જ હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઊમટી પડ્યા હતા, જેથી ભારે ભીડને કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા એ પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે.