બિલ્ડર પાસેથી છરીની અણીએ 50 લાખની ખંડણી, ચારની ધરપકડ

ભાવનગરઃ શહેરમાં આવેલા રૂપાણી પોલીસ ચોકી નજીકથી હિતેશ પન્નાલાલ ઘોઘારી નામના બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં ચારથી પાંચ યુવકો આગાઉ પ્લાન રચીને બાઇક પર બિલ્ડરનો પીછો કર્યો હતો. તેમાં તેમણે શહેરના રૂપાણી સર્કલ પાસેથી ફરિયાદીની કારમાં જ બિલ્ડરનું છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું.

શહેરના બિલ્ડર પાસે ચાર અજાણ્યા શખસોએ ખંડણીની માગી હતી, જેમાં આરોપીઓ સામે અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપીને ખંડણી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનામાં બિલ્ડરની કારમાં જ તેને અપહરણ કરીને લઈ જવામાં આવ્યો હતો અને શહેરનાં વિવિધ સ્થળોએ ફેરવીને અંતે પૈસા આપવામાં સહમત થતા છોડી મૂકવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. ઘોઘા રોડ પોલીસે પ્રાથમિક વિગતોને આધારે ચાર શખસોને ઝડપી લીધા છે. જ્યારે એક આરોપી હજી પણ ફરાર છે.

હિતેશ નામના બિલ્ડરને માર મારી તેની પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે નાણાં આપવાની બાંયધરી બિલ્ડરે આપતાં તેને છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બિલ્ડરે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં ખંડણીખોરોને પકડીને જેલ હવાલે કર્યા હતા.

બિલ્ડર દ્વારા પોલીસ સ્ટેશનમાં અપરહણ અને ખંડણીની ફરિયાદ નોંધાવતાં પોલીસ તપાસ શરૂ કરી હતી. બે દિવસેમાં પોલીસે આ પાંચ પૈકી ચારેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સામેલ અભયસિંહ યોગેન્દ્રસિંહ રાઠોડ હજી પણ ફરાર છે, જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.