અમદાવાદ નજીક જાપાનની ત્રણ કંપનીઓ કરશે 800 કરોડનું રોકાણ

અમદાવાદ- ગુજરાત ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીનું હબ બનતુ જાય છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં તેમના ઉત્પાદન યુનિટ્સ શરુ કરી રહી છે. ત્યારે હવે ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવતી ત્રણ જાપાનીઝ કંપનીઓએ પણ ગુજરાતમાં તેમના મેન્યુફેકચરિંગ યુનિટ્સ સ્થાપવામાં રસ દાખવ્યો છે. ત્રણ જાપાનીઝ કંપનીઓમાં અસ્તિ કોર્પોરેશન, કોઈટો મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને મુરાકામી કોર્પોરેશને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 પહેલા સાણંદ અને માંડલ ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટરમાં જમીન ખરીદી રહી છે.

આ ત્રણેય કંપનીઓ ગુજરાતમાં 800 કરોડનું રોકાણ કરશે. કોઈટો મેન્યુફેક્ચરિંગ કંપની ભારતીય માર્કેટમાં પોતાનું કદ વિસ્તારવા માગે છે. અને તે ઈન્ડિયા જાપાન લાઈટિંગ પ્રાઈવેટ લિમિટેડ તરીકે સ્થાપવામાં આવશે. કંપની ઓટોમોટિવ લાઈટિંગ અને એક્સેસરિઝનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરશે. આ કંપની અમદાવાદથી 38 કિ,મી દૂર આવેલા સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં 70,000 સ્ક્વેર મીટર જમીન ખરીદશે, અને ઓગસ્ટ 2020 સુધીમાં પ્લાન શરુ થાય તેની શક્યતા છે.

અન્ય બે કંપની અસ્તિ કોર્પોરેશન અને મુરાકામી કોર્પોરેશનને માંડલના ઈન્ડસ્ટ્રીય એસ્ટેટમાં જમીન ફાળવવામાં આવી છે, બંન્ને કંપનીઓ 100-100 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર અમદાવાદથી 86 કિ.મી દૂર આવેલ છે.

અસ્તિ કોર્પોરેશનને 30,000 ચોરસ મીટર જમીનનો ટુકડો ફાળવાયો છે. આ કંપની ઓટોમોબાઈલ માટે ઈલેક્ટ્રિકલ સિસ્ટમનું ઉત્પાદ કરશે. કંપનીનો પ્લાન્ટ આગમી ઓક્ટોબરથી શરુ થાય તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુરાકામી કોર્પોરેશને બાંધકામ શરુ પણ કરી દીધુ છે. અને આ કંપની નાણાંકીય વર્ષ 2019-20ના ત્રીજા ક્વાર્ટરથી પ્લાન્ટ શરુ કરવાની યોજના ધરાવે છે.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ચાર ઓટોમોબાઈલ ઉત્પાદકોએ 15000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. વાહન બનાવતી કંપનીઓના આયોજનને આધારે જાપાનીઝ ઓટો કંપોનન્ટ મેકર્સ રોકાણ કરશે. ભારતમાં વાહનોની ખરીદી વધતા ગુજરાત ઝડપથી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપનીઓને આકર્ષી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]