ગાંધીનગર: ગુજરાતમાંથી 14 યુવાનોને યંગ પીપલ એક્શન ટીમ (YPAT) માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની આ પસંદગી યુનિસેફ ઇન્ડિયાના કાર્યક્રમ – યુવાહ અંતર્ગત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત યુથ ફોરમ તેમને ટેકો આપી રહ્યા છે.
YPATમાં 14 યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 6 યુવતીઓ અને 8 યુવાનોનો સમાવેશ થાય છે. આ યુવાનો ગુજરાતના આઠ જીલ્લાઓમાંથી આવ્યા છે. જેમાં નર્મદા, દાહોદ, અમદાવાદ, જુનાગઢ, નવસારી, સુરત, છોટા ઉદેપુર અને વડોદરાનો સમાવેશ થાય છે. આ ટીમના સૌથી ઓછી વયના યુવાનની ઉંમર 14 વર્ષની જ્યારે સૌથી વધુ વયના યુવાનની ઉંમર 23 વર્ષની છે.
આ એક વૈવિધ્યસભર વાઇબ્રન્ટ જૂથ છે જેમાં કવિ, ઉદ્યોગસાહસિક, નવીનતમ, અપંગતા હક કાર્યકર, માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ, લિંગ સમાનતા ચેમ્પિયન, આદિજાતિ યુવા ચેમ્પિયન, ગાયક અને અન્ય લોકોનો સમાવેશ થયો છે.
YPATના સભ્યોમાં અમદાવાદના આભાસ સેનાપતિ, ફૈકાહ વહોરા, કૌશલ કે ગોહિલ, ત્વિષા ભટ્ટ, પ્રજ્ઞા શર્મા અને કૃષ્ણ સોહા, સુરતના આદિત્ય યુવરાજ હોરે, સક્ષમ જૈન અને શ્રીવિધ્યા સુયોજ, જૂનાગઢના દિપેન ગઢીયા, નર્મદાના જુહી પરીખ, નવસારીના કરણ ભરત જૈન, દાહોદના હર્ષ ભટારિયા, છોટા ઉદેપુરનાં ધ્વની રાઠવા અને વડોદરાના મૈત્રેય શાહનો સમાવેશ થાય છે.
આ યુવાનોની પસંદગી કેટલાક માપદંડોને ધ્યાનમાં રાખીને ખુલ્લી અરજી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે.
ભારતમાં વિશ્વની સૌથી મોટી યુવાનોની વસ્તી 356 મિલિયન છે જેમની વય 10 થી 24 વર્ષ છે, આ આંકડો દેશની કુલ વસ્તીના 28 ટકા થાય છે. યુવાનોમાં રોકાણ કરવું અને તેમની શક્તિ અને સંભવિતતાનો વિકાસ કરવાથી ફક્ત ભારતની વૃદ્ધિ અને વિકાસની ગાથા જ આગળ નહીં વધે પરંતુ તે સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસ સહિત વૈશ્વિક વિકાસ સૂચકાંકોમાં પણ પરિવર્તન લાવવાની ઘણી સંભાવના ઊભી કરશે. ભારતના યુવાનોની સફળતા વિશ્વના યુવાનોની સફળતામાં મોટું પરિવર્તન લાવી શકે તેમ છે.
આ મહત્વપૂર્ણ વાતને આધાર તરીકે લઇને અને યુવાનોની અનન્ય જરૂરિયાતોને ટેકો આપવા માટે 2019માં યુનિસેફે ભારતમાં જનરેશન અનલિમિટેડ (GenU) અથવા યુવાહ (YuWaah)ની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ વિવિધ પ્રકારના જાહેર અને ખાનગી ક્ષેત્રના યુવાનો, અભિનેતાઓ, યુએન એજન્સીઓ અને નાગરિક સમાજને એકત્રિત કરીને 10થી24 વર્ષની વયની વયના દરેક યુવાન માટે તેમના શિક્ષણ, તાલીમ અથવા વયજૂથ મુજબ 2030 સુધીમાં યોગ્ય રોજગારની તકો ઊભી થઇ શકે.
YPATના સભ્યોને સંબોધિત કરતાં ડો લક્ષ્મી ભવાનીએ જણાવ્યું હતું કે, “કોઈપણ દેશની સૌથી મોટી સંપત્તિ તેના યુવાનોની ઊર્જા, વિચારો અને દ્રષ્ટિ હોય છે. જેમ જેમ યુવાનો પોતાનાં ભવિષ્યનું નિર્માણ કરે છે, તેમ તેમ તેઓ ભારતનાં ભવિષ્યનું પણ નિર્માણ કરશે. તેમાં રોકાણ એ ભારતનું શ્રેષ્ઠ રોકાણ છે. YPAT યુનિસેફ અને યુવાહ દ્વારા ગુજરાતમાં યુવાનોમાં રહેલી સંભાવનાઓ અને સંવર્ધન માટે થઇ રહેલા કાર્યોને મજબૂત બનાવશે.”
ગુજરાત YPATના સભ્યો રાજ્યમાં યુવાહના કાર્યોના અભિન્ન ભાગ બનશે. તેઓ યુવાનોના જીવનને અસર કરે તેવા મુદ્દાઓ પર કાર્યક્રમની વ્યૂહરચના, પહેલ, ઝુંબેશ અને ઉકેલો બનાવવામાં યુવાહની મદદ કરશે.