રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન

અમદાવાદઃ રાજ્યમાં મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટું સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એવી સુવિધાઓ છે, જે દુનિયાના અન્ય સ્ટેડિયમમાં નથી. 700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલુ આ સ્ટેડીમય વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ, સ્પોર્ટ્સપ્રધાન કિરણ રિજ્જુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના ઉપ-મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. ઉપ-મુખ્ય પ્રધાને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

24 ફેબ્રુઆરીએ ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના મોટેરામાં રમાશે. આ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં યોજાનારી મેચ ડે-નાઈટ ટેસ્ટ છે,જે પિંક બોલથી રમાશે. મોટેરા સ્ટેડિયમમાં  હજારો પ્રેક્ષકો એકઠા થયા છે. આજે સ્ટેડિયમમાં કોરોનાની ગાઇડલાઇનનું પણ ચુસ્ત પાલન કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેઓ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન તથા સરદાર વલ્લભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન પણ કરશે.મોટેરામાં વિવિધ રાજ્યોમાંથી ક્રિકેટના ફેન્સ આજે મેચ જોવા તેઓના દેશી પહેરવેશ સાથે આવી પહોંચ્યા છે, ક્રિક્રેટ ચાહકોએ સ્ટેડિયમ બહાર નારા લગાવી ઉત્સાહ દર્શાવ્યો હતો.

મોટેરાની બેઠક ક્ષમતા 1.32 લાખની

મોટેરા વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મોટેરા સ્ટેડિયમમાં બેઠક 1.32 લાખ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ સાથેની આ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં પિચ પર ઘણું બધું નિર્ભર રહેશે.  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં 4 મેચની સીરિઝ હાલ 1-1ની બરાબરી પર છે.