વિદ્યાર્થીઓને ‘જેમ્સ ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમનસ એવોર્ડ’ એનાયત

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીના મેનેજમેન્ટ ફેકલ્ટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળ દ્વારા તાજેતરમાં એક ઓનલાઇન વાર્ષિક સામાન્ય સભા-AGMનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેકલ્ટીમાં ભણી-ગણીને શિક્ષિત અને દીક્ષિત થયેલા અને પોતાના અંગત તેમજ વ્યાવસાયિક જીવનમાં ઝળહળતા-ચમકતા વિદ્યાર્થીઓના આ મંડળને ‘GEMS’ નામ આપવામાં આવ્યું છે. ‘GEMS’ની આ AGMમાં દેશ-વિદેશમાંથી ફેકલ્ટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઓનલાઇન ઉપસ્થિત રહીને પરસ્પર મળવાનો લહાવો લીધો હતો. યુનિવર્સિટી દ્વારા આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ‘GEMS Distinguished  Alumnus Award-2021’ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ વાર્ષિક મિલનમાં સંસ્થામાં શિક્ષણ લીધેલા વિદ્યાર્થીઓએ અન્ય મિત્રો સાથે સંસ્મરણોને યાદ કરતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ અને મંજુલાબહેન પટેલે અમેરિકાથી ખાસ ઓનલાઇન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ ડો. મહેન્દ્ર શર્મા, વાઇસ ચાન્સેલર, ડો. અમિત પટેલ, મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડો. સૌરભી ચતુર્વેદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GEMSના વાઇસ પ્રેસિડેન્ટ ડો. મિત્તલ રાજાણી-દત્તાણી, સેક્રેટરી દ્વારકેશ ચોકસી અને ટ્રેઝરર પ્રતીક પટેલે AGMનું સંચાલન કર્યું હતું.

આ અવસરે ‘GEMS Distinguished  Alumnus Award-2021’ મેળવનારાઓમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભાવિક મહેતા, ડો. રાજેન પુરોહિત, મંજય મોદી, હિત અમીન, ડો. શીતલ બાદશાહ, હર્ષદ પટેલ, ડો. હર્ષા જરીવાલા, પ્રો. રેમી મિત્રા અને ડો. યુપલ શુક્લનો સમાવેશ થાય છે. આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના કાર્યક્ષેત્રે મેળવેલી વિશિષ્ટ સિદ્ધિ માટે સુનિવર્સિટીએ અભિનંદન પાઠવ્યાં હતાં.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]