ગુજરાતમાં પાછલા બે દિવસથી ખુબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં આ વખતે 9 વર્ષમાં જૂન માસનો રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. જેમાં રાજ્યમાં સરેરાશ 9.71 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ હાલ રાજ્યમાં ભારે વરસાદની આગાહી યથાવત છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાતા ખેડૂતોમાં હવે ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અમરેલી, જૂનાગઢ, વલસાડ સહિતમાં જિલ્લાઓમાં વરસાદ આવશે. તથા બનાસકાંઠા જિલ્લામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સાથે ચાર અને પાંચ જુલાઇના રોજ રાજ્યમાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પાટણમાં પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી.
દરેક જિલ્લમાં હળવાથી મધ્યમ તથા ભારેથી અતિભારે વરસાદની આગાહી
મહેસાણામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર તારીખે વરસાદની શક્યતાઓ નથી પણ પાંચમી જુલાઈએ હળવો વરસાદ થઈ શકે છે. છેલ્લા બે દિવસથી ગુજરાતને વરસાદે ધમરોળ્યુ છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને જૂનાગઢમાં વરસાદના પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરંભાયુ છે. તેમજ નદીનાળા પાણીથી છલકાઈ ગયાં છે. નદીઓ પણ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચમી જુલાઈ સુધી દરેક જિલ્લમાં હળવાથી મધ્યમ તથા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.