ભાજપમાંથી આ ઉમેદવારોને મળી શકે છે ટિકિટ

હાલમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પછી પાર્ટીઓ ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ હજુ સુધી ભાજપ દ્વારા એક પણ બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષે દિલ્હીમાં ધામા નાખ્યા છે. તો હાલમાં ભાજપમાંથી કોને ટિકિટ મળી શકે છે તેને લઈને ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. ત્યારે હાલમાં એવા કેટલાક નામ સામે આવી રહ્યા છે જેને ટિકિટ મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ભાજપની પહેલી યાદી 10મી નવેમ્બરે આવી શકે છે. 10મીએ ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ શકે છે. દિલ્હીમાં આજે ભાજપ કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

gujarat election
gujarat election

આ ઉમેદવારોને મળી શકે છે ટિકિટ

હાલમાં આ દિગ્ગજ લોકોને ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપી શકે છે. તેમાં પહેલું નામ અલ્પેશ ઠાકોરનું છે. સાથે સાથે હાર્દિક પટેલ, મનીષા વકીલ, નીમિષા સુથાર, નરેશ પટેલ, શંકર ચૌધરી, સંગીતા પાટીલ, ગણપત સિહ વસાવા, ઈશ્વર પટેલ, બળવંતસિંહ રાજપૂત, જેઠા ભરવાડ, દિલીપ ઠાકોર, પ્રફુલ પાનસેરિયા, પ્રદીપ સિંહ જાડેજા, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, આર સી ફળદુ, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ, કિરીટસિંહ રાણા,  જીતુ વાઘાણી,  કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા, ગીતાબા જાડેજા, જગદીશ પંચાલ, દેવા માલમ, કુબેર ડીંડોર, જીતુ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલા, મુકેશ પટેલ, આર સી મકવાણા, રજની પટેલ, કેતન ઇનમદાર, મધુ શ્રીવાસ્તવ, હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, જશા બારડ, શશીકાંત પડ્યા, બાબુભાઈ જમના પટેલના નામનો સમાવેશ થાય છે.