GT vs CSK: અમદાવાદમાં વરસાદને કારણે ટોસમાં વિલંબ

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. રવિવારે  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. ચેન્નાઈની નજર પાંચમી વખત ચેમ્પિયન બનવા પર છે. આ સાથે જ ગુજરાતની ટીમ ટાઈટલ બચાવવા મેદાનમાં ઉતરશે. તે સતત બીજી વખત વિજેતા તરીકે ઉભરી આવશે. વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે.

અમદાવાદમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદની સ્થિતિને જોતા જો 09.40 વાગ્યા સુધીમાં વરસાદ અટકી જાય તો ગ્રાઉન્ડની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ 20-20 ઓવરની મેચ આયોજન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો વરસાદ નથી અટકતો અને મોડામાં મોડી 12 વાગ્યા સુધીમાં વરસાદ અટકી જાય છે તો ગ્રાઉન્ડને ક્લિયર કરીને સ્થિતિ અનુસાર મેદાન જોઇને 5-5 ઓવરની મેચ પણ આયોજીત થઇ શકે છે. વરસાદ જો 1 થી 1.20 સુધીમાં અટકી જાય તો ગ્રાઉન્ડનો અભ્યાસ કરીને ગ્રાઉન્ડ ક્લિયર કર્યા બાદ સુપર ઓવર રમાડી શકાય છે. આવી સ્થિતિમાં સુપર ઓવર રમાડીને નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે આ અંગે હજી સુધી આઇપીએલ દ્વારા કોઇ અધિકારીક માહિતી આપવામાં આવી નથી


IPLની ફાઇનલમાં વરસાદે મજા બગાડી છે. હજુ સુધી ટોસ થયો નથી. આ મેદાન પર જ્યારે ગુજરાત અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 રમાઈ હતી ત્યારે પણ વરસાદને કારણે મેચમાં વિલંબ થયો હતો. ટોસમાં 45 મિનિટનો વિલંબ થયો હતો.

ટીમો નીચે મુજબ છે

ચેન્નાઈ સુપર કિંગ્સ:

મહેન્દ્ર સિંહ ધોની (c/wk), આકાશ સિંહ, મોઈન અલી, ભગત વર્મા, દીપક ચહર, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, સિસંદા મગાલા, અજય મંડલ, મતિષા પથિરાના, ડ્વેન પ્રિટોરિયસ, અજિંક્ય રહાણે, શેખ રશીદ, અંબાતી રાયડુ, મિશેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહિષ તિક્ષાના.

ગુજરાત ટાઇટન્સઃ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે. , જયંત યાદવ , આર. સાઈ કિશોર, નૂર અહેમદ, દાસુન શનાકા, ઓડિયન સ્મિથ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, જોશુઆ લિટલ અને મોહિત શર્મા.