ગાંધીનગરઃ  ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ (GSPCએ) કતાર એનર્જી  સાથે 17 વર્ષના સેલ્સ એન્ડ પર્ચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કર્યા છે, જેના અંતર્ગત દર વર્ષે એક મિલિયન ટન સુધી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો સપ્લાય કરવામાં આવશે. આ કરાર મુજબ LNGનું વોલ્યુમ 2026થી એક્સ-શિપ પદ્ધતિથી પહોંચાડવામાં આવશે.
કંપનીની આ વ્યૂહરચનાને મજબૂત બનાવવાનો આ કરાર સ્પર્ધાત્મક LNG લાંબા ગાળે સુરક્ષિત કરવાનું મહત્વપૂર્ણ પગલું છે, જે ગુજરાત તેમ જ દેશમાં વધતા કુદરતી ગેસના માગ-પુરવઠા અંતરને પૂરું પાડવામાં મદદરૂપ થશે. કતાર એનર્જી સાથેની ભાગીદારી GSPCના લાંબા ગાળાના પોર્ટફોલિયોને મજબૂત કરીને ભારતમાં ગેસ ટ્રેડિંગ ક્ષેત્રમાં અગ્રણી શક્તિ તરીકે ઊભરી આવવાના અમારા દ્રષ્ટિકોણને આગળ ધપાવે છે, એમ આ પ્રસંગે કંપનીના MD મિલિંદ તોરાવણે જણાવ્યું હતું.
QatarEnergy signs 17-year LNG supply agreement with India’s GSPC#QatarEnergy #YourEnergyTransitionPartner #Qatar pic.twitter.com/jhHdgtbVwQ
— QatarEnergy (@qatarenergy) October 29, 2025
વિશ્વની સૌથી મોટી અને વિશ્વસનીય LNG સપ્લાયર પૈકીની એક કતાર એનર્જી સાથેનો સહકાર કંપનીની ગેસ સેક્ટરમાં હાજરીને વધુ મજબૂત બનાવશે, જેથી વિશ્વસનીય LNG સપ્લાય પ્રાપ્ત કરવામાં અને ગેસ વેલ્યુ ચેઇનમાં પોતાની હાજરી મજબૂત કરવામાં સહાય મળશે.
આ કરાર કંપનીના પોર્ટફોલિયો અને ઓપરેશનલ ક્ષમતાઓમાં વધુ વધારો કરશે, કારણ કે ગ્રુપના વિશાળ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.
 
         
            

