મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયા દશમીના પાવન પ્રસંગે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ તકે આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવાં આકર્ષણો ઉમેરવામાં આવ્યાં હતાં. મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત દરમિયાન આશાવલી સ્ટોલ્સ માંથી સાડી અને અકીકની ટ્રે ડિજિટલ પેમેન્ટ થકી ખરીદી કરી હતી તેમજ ટેબલ ટેનિસની રમત પણ રમ્યા હતા. તેમણે આ પ્રસંગે આ શોપિંગ ફેસ્ટિવલને લગતી ફિલ્મનું લોન્ચિંગ પણ કર્યું હતું.
દશેરાથી ઉત્તરાયણ સુધી ચાલનારા ભવ્ય ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો શુભારંભ કરાવ્યો. આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમના સથવારે આ અવસર ખૂબ હર્ષપૂર્ણ બની રહ્યો.
વિદેશની ધરતી પર જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, એવા જ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ માનનીય વડાપ્રધાન… pic.twitter.com/oQPQqPV15H
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 12, 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી આયોજિત આ શોપિંગ ફેસ્ટિવલની તારીખ 12 ઓકટોબર- 2024 થી તા.14 જાન્યુઆરી-2025 સુધી શહેરીજનો મુલાકાત લઈ શકશે. દેશની ધરતી પર જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, એવા જ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2019 માં અમદાવાદ ખાતે કરાવ્યો હતો. હવે એ જ તર્જ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2014-25નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફેસ્ટિવલમાં 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લૉ ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ (દા.ત. અમદાવાદ વન મોલ પેલેડિયમ મોલ, ઇસ્કોન મેગા સીજી સ્ક્વેર, પેવેલિયન મોલ) સહિત 14 નિયત હોટસ્પોટ્સ ખાતે આયોજિત કરાયું છે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઇ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અગ્ર સચિવ રાજીવ ટોપનો, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન સહિત મ્યુનિસિપાલિટીના ઉચ્ચ અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં અમદાવાદીઓ ઉપસ્થિત રહ્યા હતા.