હોકી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં જર્મનીએ પેનલ્ટી શૂટઆઉટમાં બેલ્જિયમને 5-4થી હરાવ્યું હતું. જર્મનીએ ભુવનેશ્વરમાં રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ત્રીજીવાર વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ મેચ ખૂબ જ રોમાંચક હતી, પૂર્ણ સમય સુધી બંને ટીમો 3-3 થી બરાબરી પર હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ થયું. જેમાં જર્મની 5-4થી જીતી ગયું. આ વખતે હોકી વર્લ્ડ કપમાં જર્મની અને બેલ્જિયમ બંનેની સફર સારી રહી હતી. પરંતુ ફાઈનલ મેચમાં જર્મનીનો વિજય થયો હતો. તેણે શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી. ફ્લોરેન્ટે 9મી મિનિટે બેલ્જિયમ માટે પહેલો ગોલ કર્યો હતો. આ પછી કોસ્યાન્સે 10મી મિનિટે ગોલ કરીને ટીમને 2-0ની સરસાઈ અપાવી હતી.
Germany beat defending champion Belgium 5-4 in penalty shootout after the match ended 3-3 in full time to clinch Hockey World Cup 2023.
Germany's third World Cup title.
— ANI (@ANI) January 29, 2023
આ સાથે જ જર્મની માટે વેલેન નિકલાસે પ્રથમ ગોલ કર્યો હતો. તેણે 28મી મિનિટે ગોલ કરીને ટીમને 2-1ની બરાબરી પર પહોંચાડી દીધી હતી. જર્મની માટે બીજો ગોલ 40મી મિનિટે અને ત્રીજો ગોલ 47મી મિનિટે થયો હતો. આ સાથે જ બેલ્જિયમે છેલ્લી મિનિટોમાં ગોલ કરીને 3-3થી બરાબરી કરી લીધી હતી.
જર્મની અને બેલ્જિયમ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ પૂર્ણ સમય સુધી 3-3થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પછી શૂટઆઉટમાં જર્મનીની જીત થઈ હતી. આ બંને ટીમો શૂટઆઉટમાં પણ 3-3ની બરાબરી પર પહોંચી હતી. પરંતુ જર્મનીએ શાનદાર પ્રદર્શન કરીને મેચ પૂરી કરી અને જીત મેળવી. આ તેનું ત્રીજું વર્લ્ડ કપ ટાઇટલ છે.
ઉલ્લેખનીય છે કે, જર્મનીએ હોકી વર્લ્ડ કપ 2023માં ઐતિહાસિક જીત નોંધાવી હતી. તેણે 2002માં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં જર્મનીએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આ પછી તેણે 2006માં પણ આ ખિતાબ જીત્યો હતો. આ વખતે તેણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જોકે, આ પછી ઓસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કર્યો અને 2010 અને 2014માં સતત બે વખત ટાઈટલ જીત્યું. વર્લ્ડ કપ 2018નો ખિતાબ બેલ્જિયમના નામે રહ્યો હતો. પરંતુ આ વખતે બેલ્જિયમની ટીમ ચૂકી ગઈ.