આજે પવિત્ર રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ રક્ષાબંધનની ભવ્ય રીતે ઉજવણી થઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અનેક બહેનોએ રક્ષા સૂત્ર બાંધ્યુ હતુ. આ તમામ બહેનોએ પોતાના ભાઇ CM ભૂપેન્દ્ર પટેલના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
આજે રક્ષાબંધનના પાવન પર્વે રાજ્યના વિવિધ વર્ગોની બહેનોએ મોટી સંખ્યામાં મને રક્ષાસૂત્ર બાંધીને શુભકામનાઓ પાઠવી. સૌ બહેનોના સ્નેહ બદલ તેમનો આભારી છું. pic.twitter.com/wFVEZAYifr
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 19, 2024
ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રક્ષાબંધનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી. અનેક બહેનો મુખ્યમંત્રી નિવાસસ્થાને વહેલી સવારથી જ પહોંચી ગઇ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી. તો મુખ્યમંત્રીએ પણ સૌ કોઇને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપની મહિલા નેતાઓએ પણ મુખ્યમંત્રીને રક્ષા સુત્ર બાંધ્યુ હતુ.
શેરથા ગામ સ્થિત ગજાનંદ નિશાન મંગલમ સ્વસહાય જૂથની બહેનો રાખડી બનાવવાની પ્રવૃત્તિ કરે છે. આજે આ બહેનોએ મને રક્ષાકવચ બાંધીને મંગલભાવ વ્યક્ત કર્યો.
રાખડી બનાવવાની કામગીરીથી દેશમાં સ્વસહાય જૂથોની અનેક બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે તે ખૂબ આનંદની વાત છે. આ સૌ બહેનોને ઉજ્જવળ… pic.twitter.com/MJyJLnwXkr
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 19, 2024
