G-20 સમિટ : ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ હતી. બંને નેતાઓ જી-20 ડિનર દરમિયાન મળ્યા હતા અને હાથ મિલાવ્યા બાદ થોડીવાર વાત કરી હતી. જણાવી દઈએ કે વર્ષ 2020માં ગાલવાન અથડામણ બાદ કોઈપણ મંચ પર મોદી અને જિનપિંગની આ પહેલી મુલાકાત છે. ગલવાન અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ પછી ચીન સાથેની સરહદ પર તણાવની સ્થિતિ છે.
Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping, who were both attending the G20 Dinner hosted by the Indonesian President, exchanged courtesies at the conclusion of the dinner: Sources pic.twitter.com/6YHyUiMY9V
— ANI (@ANI) November 15, 2022
જો કે બંને નેતાઓ વચ્ચે કોઈ ઔપચારિક મુલાકાત થઈ ન હતી. ઉપરાંત, બંને વચ્ચે શું વાતચીત થઈ હતી તે હજુ સુધી બહાર આવ્યું નથી. બાલીમાં ડિનર દરમિયાન તેઓ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને મળ્યા હતા. બંનેની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. મોદી અને જિનપિંગે એકબીજા સાથે હાથ મિલાવ્યા અને થોડીવાર એકબીજા સાથે વાત પણ કરી. આ પહેલા પીએમ મોદી જી-20ના પ્લેટફોર્મ પર અન્ય ઘણા વૈશ્વિક નેતાઓને પણ મળ્યા હતા.
First handshake since Galwan: PM Modi, Chinese President Xi Jinping meet at G20 dinner
Read @ANI Story | https://t.co/Pit1d39Sbo#PMModi #XiJingping #Handshake #G20Summit #Galwan pic.twitter.com/eXfXtBCkVr
— ANI Digital (@ani_digital) November 15, 2022
અન્ય ઘણા નેતાઓને મળ્યા
અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અહીં G20 સમિટની બાજુમાં યુએસ પ્રમુખ જો બિડેન, યુકેના વડા પ્રધાન ઋષિ સુનાક, ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન અને અન્ય ઘણા વિશ્વ નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી. તેમજ અનેક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. અહીં વાર્ષિક G20 સમિટના સત્રને સંબોધતા મોદીએ કહ્યું હતું કે આબોહવા પરિવર્તન, કોવિડ-19 રોગચાળા અને યુક્રેનની કટોકટીને કારણે ઊભા થયેલા વૈશ્વિક પડકારોએ વિશ્વમાં પાયમાલી સર્જી છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ વિક્ષેપિત કરી છે.