જમ્મુ શહેરમાં એક લગ્ન સમારંભ દરમિયાન થયેલી અચાનક ફાયરિંગની ઘટનાએ રાજકીય અને સુરક્ષા વર્તુળોમાં ભારે ચકચાર મચાવી દીધી છે. ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલા Hotel Royal Parkમાં યોજાયેલા આ સમારંભ દરમિયાન અચાનક ગોળીબાર થતાં હાજર મહેમાનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરના જાણીતા રાજકીય નેતાઓ સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર હતા.
Allah is kind. My father had a very close shave. The details are sketchy at the moment but what is known is that a man with a loaded pistol was able to get within point blank range & discharge a shot. It was only the close protection team that deflected the shot & ensured that… https://t.co/hYBe64Eigl
— Omar Abdullah (@OmarAbdullah) March 11, 2026
માહિતી અનુસાર આ કાર્યક્રમમાં Farooq Abdullah પણ હાજર હતા, જેઓ Jammu and Kashmir National Conferenceના સંરક્ષક તરીકે ઓળખાય છે. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી Surinder Choudhary અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓ પણ હાજર હતા. સમારંભ દરમિયાન અચાનક એક વ્યક્તિએ પિસ્તોલ લહેરાવી ગોળીબાર શરૂ કર્યો, જેના કારણે ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ.
પ્રાથમિક માહિતી મુજબ આ હુમલો મુખ્યત્વે Farooq Abdullahને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સુરક્ષા કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને હુમલાખોરને તરત જ કાબૂમાં લઈ લીધો હતો. આ ઘટનામાં ઉપમુખ્યમંત્રી Surinder Choudharyને ગોળીના છર્રા લાગવાથી નાની ઇજા પહોંચી હતી, જ્યારે Farooq Abdullah સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા.




