અર્થવ્યવસ્થાને લઈને ફરી ભડક્યા નાણામંત્રી નિર્મલા સીતારામણ

શિયાળા સત્રને લઈને લોકસભામાં બિલ પસાર કરવામાં આવી રહ્યુ છે. ત્યારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે ફરી એકવાર તેમના ડુંગળીના નિવેદનનો ઉલ્લેખ કર્યો. જેમાં તેણે કહ્યું હતું કે જે રીતે સોશિયલ મીડિયામાં તેમના નિવેદન પર મીમ્સ બનાવવામાં આવ્યા હતા તે જ રીતે આજે દેશની અર્થવ્યવસ્થાની મજાક ઉડાવવામાં આવી રહી છે.

ત્યારે આ વખતના શિયાળુ સત્રને લઈને લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક સભ્યના પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે દેશની અર્થવ્યવસ્થા ICUમાં હતી. ફોરેન એક્સચેન્જ રિઝર્વ (ફેડેક્સ રિઝર્વ) ઘણું ઓછું થઈ ગયું હતું, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ છતાં ભારતીય અર્થવ્યવસ્થા શ્રેષ્ઠ સ્થિતિમાં છે. પરંતુ કેટલાક લોકો આ વાત પચાવી શકતા નથી. તેઓ દેશને બદનામ કરવા તત્પર છે. આવા લોકોને શરમ આવવી જોઈએ.

કેમ ડુંગળી અને અર્થવ્યવસ્થા મુદ્દે ફરી ભડક્યા નાણામંત્રી?

નાણામંત્રીએ લોકસભામાં શિયાળુ સત્રનુ બીલ રજૂ કરતા કહ્યું કે કેટલાક લોકો દેશની પ્રગતિને પચાવી શકતા નથી. દેશની વધતી અર્થવ્યવસ્થા પર ગર્વ કરવાને બદલે તેઓ તેની મજાક ઉડાવી રહ્યા છે. ડુંગળી અંગેના મારા નિવેદનની પણ મજાક ઉડાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવવામાં આવી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે જેઓ ડુંગળી ખાય છે તેમની ચિંતા કરોના મેસેજ શોસિયલ મીડિયામાં વહેતા કરવામાં આવ્યા હતા. જે બાદ આ શિયાળુ સત્રમાં નાણામંત્રીએ આ મુદ્દા ફરી ચર્ચા કરી હતી. તેમજ વિપક્ષમાં લોકોને દેશની વધતી અર્થવ્યવસ્થાની ઈર્ષ્યા થાય છે. તેઓ તેના પર અભિમાન કરવાને બદલે તેની મજાક ઉડાવવામાં વ્યસ્ત છે.

 

રૂપિયો મજબૂત થતો જણાય છે

સીતારમણનું કહેવું છે કે દુનિયાની તમામ કરન્સીની સરખામણીએ રૂપિયો વધુ મજબૂત થતો જોવા મળી રહ્યો છે. ડૉલર અલગ બાબત છે. યુએસ ફેડની નીતિઓને કારણે ડોલર મજબૂત થઈ રહ્યો છે. ડોલર સામે રૂપિયાના ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ હસ્તક્ષેપ કર્યો છે. જેના કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો. પરંતુ ફરી એકવાર વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવા લાગ્યો છે. દેશમાં FDI વધી રહ્યું છે. ઊભરતાં બજારોમાં 50 ટકા FDI ભારતમાં આવી રહ્યું છે. આંકડાઓ આની સાક્ષી આપે છે. જેમને મુશ્કેલી થઈ રહી છે, તેઓએ આંકડાઓ જોવી જોઈએ. આ પછી જ કંઈક કહેવું જોઈએ.

સીતારામણનો 2019માં વીડિયો વાયરલ થયો હતો 

ભારતીય અર્થવ્યવસ્થાનો અવાજ આખી દુનિયામાં ગુંજી રહ્યો છે, પરંતુ કેટલાક લોકો આ હકીકતને પચાવી શકતા નથી. તમને જણાવી દઈએ કે 2019માં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં નાણામંત્રીને ડુંગળીની વધતી કિંમતો અંગે પૂછવામાં આવેલા સવાલો વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલના જવાબમાં સીતારમણે કહ્યું હતું કે તે વધારે ડુંગળી ખાતી નથી. તે જે કુટુંબમાંથી આવે છે તેમાં ડુંગળીનો બહુ ફરક પડતો નથી. જે બાદ સોશિયલ મીડિયામાં તેમના નિવેદન પર ઘણા માઈમ્સ બનાવવામાં આવ્યા હતા.