યુનિવર્સિટીમાં ભીષણ ગોળીબારઃ બેનાં મોત, છ લોકો ઘાયલ

ફ્લોરિડાઃ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક શખસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, આ ઘટનામાં બે લોકોનાં મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આં ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

કેમ્પસ પોલીસે તાત્કાલિક શૂટર સામે કાર્યવાહી કરી હતી. પોલીસની કાર્યવાહીમાં શૂટર ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે એમ અહેવાલ કહે છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર કરનાર શખસની ઓળખ ફોનિક્સ એકનર તરીકે થઈ છે. ઇકનરની ઉંમર માત્ર 20 વર્ષ છે, તેની માતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે. પોલીસે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ એક ભયાનક ઘટના છે, આવી ઘટનાઓ બની રહી છે એ દુઃખદ છે. આ ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસ અને આજુબાજુના વિસ્તારોમાં ડરનો માહોલ છે. ગોળીબારની ઘટના બાદ યુનિવર્સિટીમાં ક્લાસ અને અન્ય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

કોણ છે શૂટર ફોનિક્સ ઇકનર?

શૂટર ફોનિક્સ ઇકનર લિયોન કાઉન્ટી શેરિફના ડેપ્યુટી જેસિકા ઇકનરનો દીકરો છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ (LCSO) યુથ એડવાઇઝરી કાઉન્સિલનો ભાગ છે. પોલીસે જણાવ્યું હતું કે ઇકનરે ગોળીબાર માટે ડેપ્યુટી જેસિકાના હથિયારનો ઉપયોગ કર્યો હતો, અને આ હથિયાર ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું.

આ અધિકારીઓએ શંકાસ્પદ ફોનિક્સ ઇકનરને ઓળખી કાઢ્યાના થોડા સમય બાદ તેની સાથે જોડાયેલી સોશિયલ મિડિયા પ્રોફાઇલ્સ ઓનલાઇન શેર કરવામાં આવી રહી છે. X પરની પોસ્ટ્સના સ્ક્રીનશોટમાં તે FSU કેમ્પસ નજીક ટ્રમ્પવિરોધી પ્રદર્શનોમાં થયાં છે.