વિક્કી-કેટ લગ્ન પછી હનીમૂન માટે માલદીવ્ઝ જશે?

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કી કૌશલે રાજસ્થાનમાં રોયલ લગ્ન પછી કપલે વિદેશ જવાનું આયોજન કર્યું છે. બંનેનાં લગ્ન નવ ડિસેમ્બરે થવાનાં છે. આ લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો ઉપસ્થિત રહેશે. બંને તેમના વ્યસ્ત કાર્યક્રમ અને લગ્નનાં બંધનમાં બંધાયા પછી લવબર્ડસ તેમના હનીમૂન માટે માલદીવ જવાના છે.

જોકે આ કપલે પોતાની ફિલ્મોને સમયસર પૂરી કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. એટલે લગ્ન પછી તેઓ તરત હનીમૂન માટે નહીં જાય. લગ્ન પછી કેટરિના પોતાની ફિલ્મના સેટ પર પરત ફરશે તેની પાસે ‘ટાઇગર-3’ (સલમાનની સાથે) અને શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મ વિજય સેતુપતિની સાથે છે. લગ્ન પછી ડિસેમ્બરમાં બંને જણ શૂટિંગમાં પરત ફરવાની સંભાવના છે. બીજી બાજુ વિક્કી સેમ માણેકશા પર આધારિત મેઘના ગુલઝારની બાયોપિક ‘સેમ બહાદુર’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. વિક્કી આ સિવાય કોમેડી ફિલ્મ ‘મિ. લેલે’માં પણ દેખાશે.

વિક્કી અને કેટરિનાનાં લગ્નમાં કેટલાક અન્ય મહેમાનો- ફિલ્મમેકર કબીર ખાન, તેનાં પત્ની મિની માથુર, એક્ટ્રેસ નેહા ધૂપિયા અને એક્ટર પતિ અંગદ બેદી, એક્ટ્રેસ શર્વરી વાઘ અને અન્ય ફિલ્મી કલાકારો ઉપસ્થિત રહેશે.

વિક્કી અને કેટ લગ્ન પછી મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન યોજે એવી અપેક્ષા છે.