શાહિદ કપૂર વિજય સેતુપતિની વેબ સિરીઝમાં ‘ડેબ્યુ’ કરશે?

મુંબઈઃ બોલીવૂડ સ્ટાર શાહિદ કપૂર ટૂંક સમયમાં વેબ સિરીઝમાં ‘ડેબ્યુ’ કરશે. તે ‘ધ ફેમિલી મેન’ના ડિરેક્ટર રાજ અને ડીકેની અપકમિંગ ડિજિટલ સિરીઝમાં નજરે ચઢશે. જોકે આ વેબ સિરીઝનું નામ હજી નક્કી નથી. શાહિદ સિવાય એ શોમાં તમિળ સ્ટાર વિજય સેતુપતિ, રાશિ ખન્ના અને અમોલ પાલેકર જેવા એક્ટર્સ મહત્ત્વની ભૂમિકામાં દેખાશે. શાહિદ આ સ્ટાર્સ સાસે કામ કરવા માટે બહુ ઉત્સુક છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી ક્લિપ શેર કરીને એ વિશે જણાવ્યું હતું. કપૂર એમેઝોન પ્રાઇમ વિડિયો શૃંખલાની સાથે ડિજિટલ ‘ડેબ્યુ’ કરશે.

એક્ટરે લખ્યું હતું કે રાહ જોઈ રહ્યો છું કે સેટ મને જલદી બોલાવે. વિજય સેતુપતિની સાથે ફ્રેમ શેર કરવા માટે રાહ નથી જોઈ શકતો. સોરી, રાશિ ખન્ના મને સેટ પર તારી સાથે રહેવાની આદત પડી ગઈ છે. હવે આ પોસ્ટ પર કોઈ લવ રિએક્ટ કરી રહ્યા છે તો કોઈ ફાયરવાળા ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે.

કપૂરને જવાબ આપતાં ખન્નાએ લખ્યું હતું કે વિજય સેતુપતિ સર, માટે બધું માફ છે.  હું પણ એવી જ લાગણી અનુભવું છું, એમ તેણે કહ્યું હતું. એના પર રાજ અને ડીકેએ કોમેન્ટ કરી હતી કે શોટ રેડી, લેટ્સ રોલ.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]