એલ્વિશ યાદવની ‘લાફ્ટર સેફ-2’માંથી થશે વિદાય?

ફેમસ યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ ફરી એક વખત વિવાદોના વંટોળમાં ફસાયા છે. તાજેતર શરૂ કરેલી ફોડકાસ્ટ સિરિઝમાં તેમને બિગ બોસ 18ના સ્પર્ધક ચુમ દ્રાંગ પર કરેલી વિવાદીત ટિપ્પણીને લઈ સમન્સ મોકલવામાં આવ્યું હતું. જ્યારે હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયાન સિને એમ્પ્લોઈઝના પ્રમુખ બીએન તિવારીએ એલ્વિશ યાદનને રિયાલિટી શો લાફ્ટર શેફ 2માંથી દૂર કરવાની માગ કરી છે.

લાફ્ટર શેફ 2માંથી એલ્વિશની થશે વિદાય?

લાફટર શેફ 2 તાજેતરમાં શરૂ થયેલો કૂકિંગ શો છે. આ શોની પહેલી સિઝન ટૂંક સમયમાં લોક પ્રિય બની ગઈ હતી. જેથી બિગ બોગ 18 પૂર્ણ થયા સિઝન 2નો આગાશ કરવામાં આવ્યો છે. આ શોમાં ન્યૂ કાસ્ટ તરીકે રૂબિના દિલેક, એલ્વિશ યાદવ, અબ્દૂ, અભિષેક કુમાર, સમર્થ, મનારા ચોપરાની એન્ટ્રી થઈ છે. એલ્વિશ યાદવ હાલમાં ‘લાફ્ટર શેફ 2’માં જોવા મળી રહ્યો છે, જ્યાં તે પોતાની વન-લાઇનર અને રસોઈ કુશળતાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે, પરંતુ બીએન તિવારીએ તેમના ગુનાહિત કેસ અને વિવાદોને ધ્યાનમાં રાખીને શોમાંથી તાત્કાલિક વિદાય લેવાની માંગ કરી છે.

FWICE ના પ્રમુખ બીએન તિવારીએ શું કહ્યું?

બીએન તિવારીએ એલ્વિશ યાદવ અંગે એક પત્ર જારી કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, “અમે એલ્વિશ યાદવના પ્રમોશનની સખત નિંદા કરીએ છીએ. તેમણે ‘બિગ બોસ 18’ ના સ્પર્ધક ચુમ દારંગ વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા થઈ રહી છે.” આ ઉપરાંત, પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે એલ્વિશ યાદવ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. “સાપના ઝેર સંબંધિત કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, નોઈડામાં રેવ પાર્ટીનું આયોજન કરવાના આરોપસર તેના પર વન્યજીવન કાયદા હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો છે.” બીએન તિવારીએ કલર્સ ચેનલને એલ્વિશ યાદવ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, “કલર્સ ચેનલ દ્વારા એલ્વિશ યાદવને પ્રમોટ કરવું યોગ્ય નથી. અમે વિનંતી કરીએ છીએ કે સમાજ અને રાષ્ટ્રના હિતમાં, આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને તેની સાથેના કોઈપણ વ્યાવસાયિક સંબંધોનો અંત લાવવો જોઈએ.” જોકે, એલ્વિશ યાદવ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં ઘેરાયેલા રહી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમની વિરુદ્ધ ઉઠેલો અવાજ તેમની છબી પર ઊંડી અસર કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે ‘લાફ્ટર શેફ 2’ અને કલર્સ ચેનલ આ બાબતે શું નિર્ણય લે છે.