વિકી કૌશલની ફિલ્મ ‘છવા’ રિલીઝ થયાને 3 દિવસ થઈ ગયા છે અને માત્ર 3 દિવસમાં જ આ ફિલ્મે એવા રેકોર્ડ્સનો બનાવ્યા છે જેની કલ્પના વિક્કી કૌશલે પણ ના કરી હોય. વાસ્તવમાં, આ ફિલ્મે માત્ર 3 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો નથી, પરંતુ વિકી કૌશલની કારકિર્દીની શરૂઆત પહેલાની કુલ 11 ફિલ્મોમાંથી 10 ફિલ્મોનો બોક્સ ઓફિસ રેકોર્ડ ફિલ્મ ‘છાવા’ તોડી નાખ્યો છે.
‘છાવા’ના સત્તાવાર 3 દિવસના આંકડા મુજબ, ફિલ્મે પહેલા દિવસે 33.1 કરોડ રૂપિયા અને બીજા દિવસે 39.30 કરોડ રૂપિયાની કમાણી કરી, આમ બે દિવસમાં કુલ 72.40 કરોડ રૂપિયાની કમાણી કરી. ત્રીજા દિવસે 49.03 કરોડની કમાણી સાથે, કુલ બોક્સ ઓફિસ કલેક્શન 121.43 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ સાથે, આ ફિલ્મે વિકી કૌશલના કરિયરની 10 ફિલ્મોના લાઇફટાઇમ કલેક્શનને વટાવી દીધું છે, સિવાય કે ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઇકના લાઇફટાઇમ કલેક્શન. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું કલેક્શન ત્રણ દિવસમાં 245.36 કરોડ રૂપિયા હતું. આપને જણાવી દઈએ, કે છાવા ફિલ્મે મસાન, જુબાન, રમન રાઘવ 2.0, મન મર્ઝીયા ભૂત ભાગ એક – ધ હોન્ટેડ શિપ, ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી, જરા હટકે જરા બચકે, સૈમ બહાદૂર, બેડ ન્યૂઝ, રાજી જેવી ફિલ્મોનો રેકોર્ડો તોડી આગળ નીકળી ગયું છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ-વિકી કૌશલ સ્ટારર ફિલ્મ રાઝીનું આજીવન કલેક્શન 123.84 કરોડ રૂપિયા હતું અને છવા તેની ખૂબ નજીક છે.
નવાઈની વાત એ છે કે પહેલા સપ્તાહના અંતે ‘છાવા’ની કમાણી વિકી કૌશલના કરિયરની 6 ફ્લોપ ફિલ્મોના કુલ કલેક્શન કરતાં પણ વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત, આ ફિલ્મ વિકી કૌશલની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ તેમજ સૌથી મોટી વીકેન્ડ ઓપનર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ ફક્ત ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈકના આજીવન કલેક્શનથી પાછળ છે. ફિલ્મની કમાણીની ગતિ જોઈને લાગે છે કે આ પણ વધુ સમય સુધી સુરક્ષિત રહેવાનું નથી.
