ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર ઘનશ્યામ નાયકનું અવસાન

મુંબઈઃ ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર, ભવાઈ અને જૂની રંગભૂમિથી શરૂ કરીને છેલ્લે હિન્દી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘નટુકાકા’ તરીકે જાણીતા થયેલા આદરણીય અભિનેતા ઘનશ્યામ નાયકનું કેન્સરની બીમારી બાદ અહીં દુઃખદ અવસાન થયું છે. એ 77 વર્ષના હતા. તેઓ મલાડ (વેસ્ટ)ના રહેવાસી હતા. મલાડ (ઈસ્ટ)ની સૂચક હોસ્પિટલમાં એમણે આખરી શ્વાસ લીધો હતો.સ્વભાવે હસમુખા અને એમની અભિનયપ્રતિભા દ્વારા દર્શકોને હસાવનાર ઘનશ્યામ નાયકે આશરે 100 જેટલી ગુજરાતી અને હિન્દી ફિલ્મો તથા 350 હિન્દી ટીવી સિરિયલો તેમજ 100 જેટલા ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો હતો. એમણે 12 ગુજરાતી ફિલ્મોના ગીતોમાં આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર પોતાનો સ્વર પણ આપ્યો હતો.