વરુણ ધવન, નતાશા દલાલ બન્યાં જીવનસાથી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા વરુણ ધવને એની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ગઈ કાલે અહીંથી નજીકના અલીબાગ ખાતેના મેન્શન હાઉસ રિસોર્ટમાં પરિવારજનો તથા કરણ જોહર, મનિષ મલ્હોત્રા, ઝોઆ મોરાની, કુણાલ કોહલી જેવા ખાસ નિકટનાં મિત્રોની હાજરીમાં અને પરંપરાગત હિન્દુ વિધિ અનુસાર સાત ફેરા ફરીને લગ્ન કર્યાં હતાં. નવદંપતી હવે 26 જાન્યુઆરીએ રિસેપ્શન રાખશે. લગ્નની તસવીરો વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. એની કેપ્શનમાં લખ્યું છેઃ ‘જિંદગીભરનો પ્યાર હવે સત્તાવાર બન્યો છે.’ બોલીવૂડની હસ્તીઓ તરફથી વરુણ-નતાશાને લગ્ન માટે અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે.

વરુણ અને નતાશા શાળાના દિવસોથી એકબીજાનાં પરિચયમાં હતાં. બંને જણ મુંબઈની માણેકજી કૂપર સ્કૂલમાં સાથે ભણ્યાં હતાં અને ત્યારથી મિત્રો બન્યાં હતાં. નતાશા ફેશન ડિઝાઈનર છે. વરુણ છેલ્લે ‘કૂલી નં.1’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. એની ઘણી નવી ફિલ્મો આવી રહી છે – ‘જુગ જુગ જિયો’, ‘રણભૂમિ’ વગેરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]