‘તાંડવ’ વિવાદઃ કરણી સેનાની ચોંકાવનારી ઓફર

મુંબઈઃ એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ થતાં જ વિવાદાસ્પદ બની ગયેલી ‘તાંડવ’ વેબસિરીઝમાં નિર્માતાઓએ ફેરફારો કર્યા તે છતાં ઉહાપોહ હજી ચાલુ જ રહ્યો છે. હવે કરણી સેનાએ કહ્યું છે કે માફી અને ફેરફારો પર્યાપ્ત નથી. મહારાષ્ટ્ર કરણી સેનાના વડા અજય સેંગરે ‘તાંડવ’માંના દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે હિન્દુ દેવતાઓનું અપમાન કરનારની જે કોઈ જીભ કાપી નાખશે એને રૂ. 1 કરોડનું ઈનામ આપવામાં આવશે. સેંગરે એમ પણ કહ્યું છે કે વેબસિરીઝના નિર્માતાઓની વર્તણૂક સ્વીકાર્ય નથી.

બોલીવૂડ ફિલ્મો કે શો સામે વાંધો ઉઠાવવાના વલણ માટે કરણી સેના જાણીતી છે.