‘ધ કશ્મીર ફાઇલ્સ’ને ખોટી કહેનાર હવે શું કહેશે?: ખેર

મુંબઈઃ આતંકવાદીઓએ કશ્મીરી પંડિતોને ધમકી આપી છે કે તેઓ કાશ્મીરમાંથી ચાલ્યા જાય. જમ્મુ-કશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ રાહુલની હત્યા કરી હતી, ત્યારે બોલીવૂડ એક્ટર અનુપમ ખેરે 12 મેએ કશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ (સરકારી કર્મચારી)ની હત્યા મુદ્દે ન્યાયની માગ કરી છે. તેમણે અને કેટલાય નેટિજન્સે આ હત્યા બદલ ન્યાય માટે સોશિયલ મિડિયાનો સહારો લીધો હતો. ખેરે આ માટે એક પોસ્ટ પણ શેર કરી છે. ખેરે સવાલ કર્યો હતો કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને જૂઠી કહેનાર હવે શું કહેશે?

અનુપમ ખેરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે એક પવિત્ર દોરો (જનોઈ) પહેરેલી એક વ્યક્તિની રચનાત્મક અને શક્તિશાળી ફોટો શેર કર્યો હતો, જે લોહીથી લથબથ છે. આ પોસ્ટ સાથે તેમણે રાહુલ ભટ માટે ન્યાયની માગ કરી હતી. તેમણે લખ્યું હતું કે JusticeForRahulBhat”.

આ પહેલાં ધ કશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોસ્ટ કરીને આ હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ આ સ્થિતિથી કેટલા આઘાતમાં છે અને તેમણે રાહુલ ભટ્ટના પરિવાર માટે સંવેદના દર્શાવી હતી અને પ્રાર્થના પણ મોકલી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

OMG! આતંકવાદના આ જઘન્ય કૃત્ય વિશે જાણવા માટે હજી હમણાં પૂર્વાભ્યાસમાંથી બહાર આવ્યો છું. રાહુલ ભટની હત્યા કશ્મીરી હિન્દુઓના નરસંહારનું પ્રમાણ છે. આ પોસ્ટ પર ફેન્સના પણ પ્રતિભાવો મળી રહ્યા છે. લોકોએ દુઃખ દર્શાવતાં ન્યાયની માગ કરી છે.