સોનમ કપૂરે શેર કરી પોતાની લવ સ્ટોરી…

નવી દિલ્હીઃ સોનમ કપૂર એ લોકોમાંથી છે કે જે લોકો ખૂલીને પોતાના વિચારો મૂકે છે. આ વખતે સોનમે ઈન્સ્ટાગ્રામથી એક પોસ્ટના માધ્યમથી જણાવ્યું છે કે કઈ રીતે તેમની મુલાકાત આનંદ આહૂજા સાથે થઈ. સોનમ કપૂરે બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર પોતાની ભાવનાઓ શેર કરતા સોનમે લખ્યું કે, આ મારા ફેવરેટ પોર્ટરેટ પૈકી એક છે, હું ખૂબ ઉદાસ હતી. નીરજાની રિલીઝને એક કે બે દિવસ જ થયા હતા, ફિલ્મની સફળતા છતા પણ હું વધારે ખૂશ નહોતી. રામ માધવાનીએ કહ્યું કે, આ સમવૃ્ત્તિનો ભાવ છે કે જે સારો છે. હું જે અનુભવી રહી હતી તેનાથી વધારે સારી સ્થિતિમાં આવવામાં એક વર્ષ લાગ્યું. આ યાત્રામાં મને પ્રેમ થઈ ગયો અને પછી તે જ વ્યક્તિની મેં મારા જીવનસાથી તરીકે પસંદગી કરી. આ ફોટો પૂર્ણતા તરફ આગળ વધવાની નિશાની છે કે તમારા કામ અથવા રિલેશનશિપથી પ્રાપ્ત થતો નથી. આ ત્યારે આવે છે કે જ્યારે કોઈ આપને પૂર્ણતાનો અહેસાસ કરાવે છે.

આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ આનંદ આહૂજાએ ભાવુક સોનમને ચીઢાવતા કમેન્ટ કરી કે મારી સોનમ ખૂબ ભાવુક થઈ ગઈ. હવે તો તું આટલી ભાવુક નથી ને? સોનમે કમેન્ટ કરતા લખ્યું કે, ના હવે હું બિલકુલ ભાવુક નથી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં સોનમ કપૂર અને આનંદ આહૂજા મુંબઈના બાંદ્રામાં શિખ રીત-રિવાજથી લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. અને ત્યારથી બન્ને અવાર-નવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે પોતાના પ્રેમને વ્યક્ત કરતા દેખાય છે. 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]