‘આદિપુરુષ’ ફિલ્મનાં કલાકાર-વર્ગમાં સોનલ ચૌહાણનો ઉમેરો કરાયો

મુંબઈઃ અગાઉ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ ફિલ્મ બનાવનાર દિગ્દર્શક ઓમ રાઉત હવે બનાવી રહ્યા છે ‘આદિપુરુષ’. આ ફિલ્મનાં કલાકારોમાં સોનલ ચૌહાણનો ઉમેરો કરવામાં આવ્યો છે. ફિલ્મના અન્ય મુખ્ય કલાકારો છેઃ પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન. હિન્દુ દંતકથા રામાયણને નવી ઢબે દર્શાવતી ફિલ્મ હશે ‘આદિપુરુષ’. તે હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ કરાશે.

‘આદિપુરુષ’ અગાઉ 2022ની 11 ઓગસ્ટે રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ નિર્માતા ભૂષણ કુમાર (ટી-સિરીઝ કંપનીના માલિક) આમિર ખાન અભિનીત ‘લાલસિંહ ચઢ્ઢા’ની આડે આવવા માગતા નથી અને પોતાની ફિલ્મની રિલીઝ માટે નવી તારીખ નક્કી કરી છે – 12 જાન્યુઆરી, 2023. સોનલ ‘ધ ઘોસ્ટ’ નામની તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેને જેક્લીન ફર્નાન્ડિસની જગ્યાએ પસંદ કરવામાં આવી છે. ફિલ્મનો હિરો નાગાર્જુન છે.