તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કી થતાં અનેક દર્શનાર્થી ઘાયલ

તિરુપતિઃ આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલા તિરુમાલાસ્થિત ભગવાન વેંકટેશ મંદિર (તિરુપતિ મંદિર)માં આજે ધક્કામુક્કી-નાસભાગ જેવી સ્થિતિ સર્જાતાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં છે. અહેવાલો અનુસાર, સર્વદર્શન ટિકિટ મેળવવા માટે મંદિરમાં ટિકિટ કાઉન્ટર ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, એને કારણે ત્યાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.

(ફાઈલ તસવીર)

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સંસ્થા મંદિરમાં દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓને દર્શન કરાવવા માટે દરરોજ 22,000 મફત ટોકન (ટિકિટ) પૂરી પાડે છે. પરંતુ, છેલ્લા બે દિવસથી ફ્રી ટોકન આપવાનું સંસ્થાની ગવર્નિંગ બોડીએ બંધ કર્યું છે. એને લીધે તિરુમાલામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી ગઈઅ છે. આજે સવારે, એ દર્શનાર્થીઓએ લોખંડની વાડ પરથી કૂદીને મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. એને કારણે મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]