આમિરના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ-ફિલ્મનું શૂટિંગ શરૂ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા આમિર ખાનને આજનો દિવસ યાદ રહી જશે. આમિરના મોટા પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ YRF એન્ટરટેઇનરના બેનર હેઠળ ‘મહારાજા’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. જુનૈદ એક તાલીમાર્થી અભિનેતા છે, કેમ કે એ ઘણા લાંબા સમયથી તે થિયેટર કરી રહ્યો છે અને તેણે ઘણાં સફળ નાટકોમાં કામ કર્યું છે. આમિરની પુત્રી ઇરા ખાને તેના ભાઈ જુનૈદે શૂટિંગ શરૂ કર્યાની જાહેરાત સોશિયલ મિડિયામાં કરી હતી. તેણે કહ્યું હતું કે તેના માટે આ ગર્વની ક્ષણ છે. તેણે આ સાથે પોસ્ટ કરેલો ફોટો ઘણો સરસ હતો. ફોટામાં ઇરા ભાઈને બુકે આપતી જોઈ શકાય છે.

ઇરા તેના ભાઈ માટે સરસ લાઇનો લખી હતી. તેણે પ્રેમથી Junnuu! કરીને લખ્યું હતું. તેણે લખ્યું હતું કે આ તેનું પહેલું નાટક કે પહેલો શો અથવા અમારી સાથે પહેલું નાટક નહોતું. બલકે તે ઘણાં વર્ષોથી એક્ટિંગમાં છે, પણ છતાં હજી મારા માટે નવું છે.

તેણે મારા નાટકમાં પણ કામ કર્યું છે તો હું એનાથી ઉપર છું, પણ અન્ય બાબતો કરતાં હું તેની બહેન છું. તેનું પ્રોફેશનાલિઝમ સરસ છે. હું તેના માટે ખૂબ ઉત્સાહિત છું અને તેને એ બધાથી આગળ જોવા ઇચ્છું છું. (તેણે મને ફિલ્મ વિશે કંઈ પણ બતાવવાનો ઇનકાર કર્યો છે, જે મને ગમતી વાત નથી. હું અંદરની વાતો જાણવા ઇચ્છું છું. હું તેના સેટ પર જઈને તેને હેરાન કરતી રહીશ.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]