અભિનેતા સંદીપ નાહરની આત્મહત્યાઃ પત્ની સામે કેસ

મુંબઈઃ સ્વ. અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સાથે ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ અને અક્ષયકુમાર સાથે ‘કેસરી’ ફિલ્મમાં કામ કરનાર અભિનેતા સંદીપ નાહરે ગયા સોમવારે મુંબઈના ગોરેગામમાં એના ઘરમાં સીલિંગ પંખા પર લટકી જઈને આત્મહત્યા કરી હતી. નાહરે આત્મહત્યા કર્યાના ત્રણેક કલાકો પહેલાં એના ફેસબુક પેજ પર પોતે પત્ની કંચન શર્માથી કંટાળીને અને વ્યાવસાયિક કારકિર્દીથી નારાજગીને કારણે આત્મહત્યા કરી રહ્યો છે એવું દર્શાવતું એક લાંબું લખાણ અને એક વિડિયો પોસ્ટ કર્યા હતા. કંચન તથા એનાં મિત્રોને નાહર એના ફ્લેટમાં બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. તેઓ તરત જ એને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે એને મૃત લાવેલો ઘોષિત કરવામાં આવ્યો હતો. નાહરની એ ફેસબુક પોસ્ટ અને વિડિયો, બંને જોકે ડિલીટ કરી દેવામાં આવ્યા છે.

મુંબઈ મિરરના અહેવાલ અનુસાર પોલીસે નાહરની પત્ની અને સાસુ અને સાળા સામે કેસ નોંધ્યો છે. એમણે પોલીસ સમક્ષ નિવેદનો રેકોર્ડ કરાવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]