શિલ્પા શેટ્ટી પતિ વિના એરપોર્ટ પર ટહેલતી દેખાઈ

નવી દિલ્હીઃ પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા રાજ કુંદરા આશરે બે મહિનાની જેલની હવા ખાઈને હાલમાં બહાર આવ્યો છે. જે પછી નવા વર્ષે બંને પતિ-પત્ની હિમાચલમાં ચામુડા દેવી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યાં હતાં. બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. તે પતિ રાજ કુંદરા અને બાળકોની સાથે રજા ગાળવા માટે હિમાચલ પ્રદેશ ગઈ હતી. જોકે તે એરપોર્ટ પર એકલી જ નજરે પડતી હતી.તેણે પેપરાઝીની સામે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. એ થોડી અસમંજસમાં દેખાતી હતી. સોશિયલ મિડિયા પર શિલ્પા શેટ્ટી એરપોર્ટથી નીકળતો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.

આ વિડિયોમાં શિલ્પા શેટ્ટી એરપોર્ટથી બહાર નીકળતા દેખાતી હતી અને ફોટોગ્રાફર્સ તેના ફોટો ક્લિક કરી રહ્યા હતા. આ વિડિયોમાં શિલ્પા વ્હાઇટ અને બ્લેક આઉટફિટમાં નજરે પડતી હતી. તે પતિ રાજ કુંદરા અને બાળકો સાથે હિમાચલ ગઈ હતી. આ વિડિયો પર એક ફેને કોમેન્ટ કરતાં પૂછ્યું હતું કે રાજ કુંદરા ક્યાં છે?

શિલ્પાએ હિમાચલમાંરાજ કુંદરા સાથે મંદિરમાં ભગવાનનાં દર્શન કર્યાં હતાં, જેના ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. રાજ કુંદરા હાલમાં થોડા દિવસો પહેલાં જ જેલમાં જ બહાર આવ્યો છે. તેણે જેલમાંથી બહાર આવ્યા પછી ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કર્યા હતા.

શિલ્પાએ હિમાચલની ટ્રિપમાં લીધેલા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, પણ એ ફોટોમાં પણ રાજ કુંદરા નજરે નહોતો ચઢતો.