અબ્રામ ભારત વતી હોકી રમે એવી મારી ઈચ્છા છેઃ શાહરૂખ

કોલકાતા – બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે એનો નાનો પુત્ર અબ્રામ ભારત વતી હોકી રમે.
ઉલ્લેખનીય છે કે, હિન્દી ફિલ્મ ચક દે! ઈન્ડિયામાં શાહરૂખે મહિલા હોકી ટીમના કોચની ભૂમિકા કરી હતી.

શાહરૂખ રવિવારે અહીંના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની આઈપીએલ-11 ક્રિકેટ મેચ જોવા આવ્યો હતો. એ કોલકાતા ટીમનો સહ-માલિક છે.

શાહરૂખ અને એની પુત્રી સુહાના

એણે કહ્યું કે અબ્રામ હજી ક્રિકેટ રમતો નથી. એ થોડુંઘણું ફૂટબોલ રમે છે. મારી ઈચ્છા છે કે એ મોટો થઈને ભારત વતી ફિલ્ડ હોકી રમે.

અબ્રામ હાલ પાંચ વર્ષનો છે. એ ઈડન ગાર્ડન્સમાં એની બહેન સુહાના સાથે જોવા મળ્યો હતો.